જાણીતા ગુજરાતી કલાકાર, કોમેડિયન તથા થિયેટર આર્ટિસ્ટ દિન્યાર કોન્ટ્રેક્ટરનું બુધવાર (પાંચ જૂન)ના રોજ નિધન થયું હતું. 79 વર્ષીય દિન્યાર છેલ્લાં કેટલાંય સમયથી બીમાર હતાં. તેમના અંતિમ સંસ્કાર બુધવારે જ સાંજે 3.30 વાગે વર્લી, મુંબઈમાં કરવામાં આવશે.

હાલમાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં
2019માં દિન્યારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમણે સ્કૂલમાંથી જ એક્ટિંગની શરૂઆત કરી હતી. પ્રોફેશનલ એક્ટિંગ કરિયરની શરૂઆત 1966થી કરી હતી. તેમણે અનેક ગુજરાતી તથા હિંદી નાટકોમાં કામ કર્યું છે. મુંબઈ દૂરદર્શનમાં ડીડી 2 ચેનલ શરૂ થઈ ત્યારે ગુજરાતી શો ‘આઓ મરવા મેરી સાથે’ કર્યો હતો.
આ ફિલ્મ્સમાં કામ કર્યું છે
દિન્યારે ‘બાઝીગર’, ’36 ચાઈના ટાઉન’, ‘ખિલાડી’, ‘બાદશાહ’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. અનેક ટીવી શોમાં પણ કામ કર્યું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીના સસરાનો રોલ કર્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.