Gujarati Died In Turkey Accident

Gujarati Died In Turkey Accident : તુર્કીમાં રોડ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયાના અહેવાલ છે. એક રિપોર્ટ અનુસાર, તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયા હતા. ગુજરાતના આ વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. મૃતક એક યુવતી વડગામ તાલુકાના ભંગરોડિયા ગામની છે.

તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા હતા.

મૃતકોનાં નામ

  1. પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા
  2. જયેશ કેશુભાઈ અગાથ
  3. અંજલિ કનુભાઈ મકવાણા
  4. હીનાબેન પાઠક

તુર્કીમાં કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી છે.

​​​​​​​બનાસકાંઠા જિલ્લાના વડગામના ભોગરોડિયા ગામની અજલીબેન કનુભાઈ મકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી જો કે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા આ દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની અંજલિ કનુભાઈ મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનોમાં માતમ છવાયો છે અંજલિનો મૃતદેહ તેમાં પરિવારને વહેલી તકે મળે તેની પરિવાર જનો રાહ જોઈ બેઠા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024