Naresh Kanodia
ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર નરેશ કનોડિયા (Naresh Kanodia)નું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થતા તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાંન જ્યાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી.
આ પણ જુઓ : સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને મહિલાઓની છેડતી કરતો હતો
20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે.
આ પણ જુઓ : જામનગરમાં 14 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના
નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક હિટ ગુજરાતી ફિલ્મ આપી છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં હતા. નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
