hair fall

  • મોનસૂનમાં ઘણી મહિલાઓ પોતાના વાળ ઉતરવાની સમસ્યાથી પરેશાન હોય છે.
  • તો કેટલીય મહિલાઓને એટલો બધો હેર ફોલ (hair fall) થવા લાગે છે કે તે ટેન્શનમાં આવી જાય છે
  • તથા તેના માટે અલગ-અલગ શેમ્પૂ, હેર સીરમ તથા કેટલીક ટ્રીટમેન્ટ્સ પણ લેવા લાગે છે.
  • એવામાં કેટલાક ફાયદાકારક અને અસરકારક ઘરેલૂ નૂસ્ખા તમારા માટે ઉપયોગી સાબિત થશે.
  • આ ઘરેલૂ નુસ્ખા માટે માત્ર ડુંગળીની જરૂર પડશે. 
hair fall
  • તમને જણાવાનું કે, ડુંગળી હેર ગ્રોથ માટે ખૂબ જ લાભદાયી હોય છે.
  • તેમાં સારા પ્રમાણમાં સલ્ફર રહેલું હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને હેરફૉલ (hair fall) ને ઘટાડવામાં મદદ કરે છે.
  • તો આ સાથે જ તે તમારા વાળને ઘટાદાર પણ બનાવે છે.
  • ડુંગળીમાંથી બનાવવામાં આવતા હેર પેક્સ વિશે જાણીએ.
  • નારિયેળનું તેલ અને ડુંગળીના રસનું હેર પેક
hair fall
  • નારિયેળનું તેલ વાળ માટે ખૂબ જ લાભદાયી હોય છે અને કદાચ દરેક ઘરમાં આ તેલનો ઉપયોગ કરવામાં આવતો હશે.
  • તેનાથી વાળને જરૂરી પોષણ મળે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર રહે છે.
  • જો તમારા વાળ વધારે ઉતરે છે તો તમે નારિયેળના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને હેર માસ્ક બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. 
  • તમારે આ માસ્કને પોતાના સ્કેલ્પ પર હળવા હાથેથી લગાવવાનું રહેશે અને ઓછામાં ઓછું 30 મિનિટ સુધી માસ્ક લગાવીને રાખવું પડશે.
  • ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી પોતાના વાળ સારી રીતે વોશ કરી લો. 
  • કેસ્ટર ઑઇલ અને ડુંગળીના રસનો હેર પેક 
  • કેસ્ટર ઓઈલ વાળને અંદરથી મજબૂતી આપે છે.
  • તેની સાથે જો ડુંગળીનો રસ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો વાળ માટે વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
  • તેના માટે તમારે બે ચમચી કેસ્ટર ઑઇલમાં 2 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરવાનો રહેશે અને ત્યારબાદ હળવા હાથથી પોતાના વાળમાં તેનાથી મસાજ કરવાનું રહેશે.
  • આ પેકને 1 કલાક માટે વાળમાં રહેવા દો અને ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી હેર વૉશ કરી લો.
  • તેનાથી હેર ગ્રોથ થાય છે અને સ્કેલ્પ પણ સાફ અને સ્વસ્થ રહે છે.  
  • ઈંડાં અને ડુંગળીના રસનું હેર પેક 
hair fall
  • વાળને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે અને ઇંડાંમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે.
  • જો તમે ઇંડાંમાં ડુંગળીનો રસ અને લવેન્ડર એસેન્શિયલ ઓઇલ મિક્સ કરીને પોતાના વાળમાં લગાવો છો તો તેનાથી તમારા વાળ પહેલાથી સારા અને સ્વસ્થ થાય છે.
  • આ પેકને વાળમાં ઓછામાં ઓછા 20 મિનિટ માટે લગાવી રાખો.
  • ત્યાર બાદ સામાન્ય હુંફાળા પાણીથી વાળ ધોઇ નાંખો. 
  • મધ અને ડુંગળીના રસનો હેર પેક 
hair fall
  • ત્વચા માટે તો મધ ફાયદાકારક હોય જ છે પરંતુ વાળ માટે પણ આ ખૂબ જ લાભદાયી છે.
  • મધથી તમારા વાળને જરૂરી પોષણ મળે છે અને હેરફોલની સમસ્યા પણ દૂર થાય છે.
  • મધની સાથે ડુંગળીના રસનો હેર પેક બનાવવા માટે બે ચમચી ડુંગળીનો રસ લો અને એક ચમચી મધ મિક્સ કરો અને ત્યારબાદ પોતાના સ્કેલ્પ પર લગાવી દો.
  • આ પેક લગાવ્યા બાદ હળવા હાથથી મસાજ કરો.
  • ઓછામાં ઓછા અડધા કલાક સુધી આ પેક વાળમાં લગાવીને રહેવા દો અને ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024