હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલના પારણાંમાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા.

હાર્દિક પટેલે 19 દિવસના આમરમાંત ઉપવાસ તોડ્યા બાદ પોતાનું નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું કે, આ સરકાર સામે મૂંગા રહેવું કરતા દેશદ્રોહી રહેવું સારું. આ સાથે તેને રાજ્યમાં બેઠેલા તમામા આંદોલનકારીઓને પારણાં કરી લેવા આદેશ આપ્યો હતો. હાર્દિકે તમામે તમામ 6 સંસ્થાઓના અગ્રણીઓનો આભાર માન્યો હતો અને કહ્યું કે, તમે જેલમાં બંધ લોકોને છોડાવજો, તમે તેમના માટે જેટલું થાય તેટલું કરજો. મેં પારણા કરી લીધા છે. હું ઘોડો છું કદી થાકીશ નહીં.

હાર્દિક પટેલના પારણામાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે સમાજના અગ્રણીઓની વાત માનીને સારું કર્યું છે. હાર્દિક હશે તો બધું થશે. હાર્દિક પટેલને પારણા કરાવવા નરેશ પટેલ સહિત 6 સંસ્થાઓના અગ્રણીઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તમામ પાટીદાર અગ્રણીઓ અને હાર્દિકે અનામત આંદોલનની સફેદ ટોપી ધારણ કરી દીધી છે. આ સિવાય સ્ટેજ પર ખોડલધામના નરેશ પટેલ, સીકે પટેલ, મગન પટેલ, રવજી પટેલ, રમેશ પટેલ, રોહિત પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ પહોંચી ગયા છે. સ્ટેજ પર અગ્રણીઓએ જય પાટીદાર, જય સરદારના નારા લગાવી સંબોધનની શરૂઆત કરી હતી.

અગાઉ હાલ પાસ કન્વિનર મનોજ પનારાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ખોડલધામના નરેશ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ ત્રણ વાગ્યા હાર્દિક પટેલને પારણાં કરાવશે. હાલ હાર્દિક પટેલને પારણા કરાવવા હાલ ગ્રીનવુડ રિસોર્ટમાં પાટીદાર અગ્રણીઓ, પાસના કન્વિનરો, સમાજની બે ધાર્મિક સંસ્થાઓના વડાઓનો તેના ઘરે જમાવડો શરૂ થઈ ગયો છે. હાર્દિકને ઉપવાસ તોડાવવા તમામ કન્વિનરોને બોલાવી લેવામાં આવ્યા છે.

  • નરેશ પટેલે હાર્દિકના પારણાં કરાવી કહ્યું
  • – આજે હાર્દિકના આમરણાંત ઉપવાસનો 19મો દિવસ છે.
  • – વહેલી સવારે રાજકોટમાં હાર્દિકના પારણાં કરવાના સમાચાર મળતાં જ મને ખૂબ આનંદ થયો છે.
  • – હાર્દિક હશે તો બધું થશે
  • – આજે અમે છીએ કાલે અમે નહીં હોય
  • – આવનારા સમયમાં સંગઠન અને જવાબદારી તમારી ખભે આવવાની છે
  • – તૈયાર રહેજો આજની પરિસ્થિતિ કંઈ પણ હોય આવનારી પરિસ્થિતિનો સામનો મોટો પાયે તમારે કરવાનો રહેશે
  • – સીકે પટેલે વોર્નિગ આપી કે, સમજીને ચાલજો, તમારી વચ્ચે આવીને કોઈ ભાગ ન પડાવી જાય, ખોટા માર્ગે ન દોરી જાય
  • – સંગઠિત રહેજો અને સાથે રહેજો
  • – હાર્દિકે પાટીદાર સમાજ માટે ખૂબ જ મહેનત કરી છે અને તેની આ મહેનત નિષ્ફળ નહીં જાય તેવી હું મા ખોડલથી પ્રાર્થના કરું છું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.