આજે બપોરે હાર્દિક પટેલ પારણાં કરશે, જાણો ક્યાં બે મોટા પાટીદારો કરાવશે પારણાં?
પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિકના સમર્થનમાં ગુજરાત સહિત દેશભરમાંથી નેતાઓ હાર્દિકને મળવા આવી રહ્યા છે. હાર્દિકને પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે. આજે બપોરે પારણાં કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે થોડીવારમાં હાર્દિક પારણાં કરશે.
હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે પાટીદાર આગેવાનો ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા છે. ગ્રીનવુડ રિસોર્ટમાં હાર્દિક પટેલ પારણાં કરશે ત્યારે તેને સમર્થનમાં પાટીદારો ઉમટી પડ્યા છે.
આ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
હાર્દિક પટેલને તેના ઉપવાસના સમર્થનમાં પ્રશાંત ભૂષણ અને કથાકાર મોરારી બાપુ, રમેશ ઓઝા મળવા આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.