Hardik Patel Twitter
- એક સમયે અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) ને ગુજરાતના પ્રદેશ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.
- ગુજરાત કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું એક ટ્વીટ સોશિયલ મીડિયા (Twitter) પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.
- હાર્દિક પટેલના આ ટ્વીટ પર યૂઝર્સ ખૂબ મજા લઈ રહ્યા છે.
- કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આજે હાર્દિક ખોડલધામ દર્શનાર્થે ગયો હતો.
- ત્યાર બાદ એક ટ્વિટ કર્યું હતું. હાર્દિકે (Hardik Patel) Twitter પર ટ્વિટ કર્યું હતું કે, 2020ની ગુજરાતની ચૂંટણીમાં 1/3 બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.
- જોકે બાદમાં હાર્દિકને પોતાની ભુલ સમજાતા ટ્વિટ ડિલીટ કર્યું હતું.
- નવેસરથી સુધારા સાથે ટ્વિટ કરીને લખ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2/3 બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.
- રવિવારે 2.28 મિનિટ પર (Hardik Patel) હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું. ‘આદરણીય અધ્યક્ષા સોનિયા ગાંધી જી અને રાહુલ ગાંધી જીનો આભાર વ્યક્ત કરૂ છુ.
- લોકતંત્ર અને સંવિધાન બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી લડતી રહેશે.
- ગુજરાતના વિભિન્ન મુદ્દાને મહત્વ આપવામાં આવશે અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1/3 બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.’
आदरणीय अध्यक्षा सोनिया गांधी जी एवं राहुल गांधी जी का आभार व्यक्त करता हूँ। लोकतंत्र एवं संविधान के बचाव के लिए कांग्रेस पार्टी लड़ती रहेगी। गुजरात के विभिन्न मुद्दों को महत्व दिया जाएगा और 2022 के गुजरात विधानसभा चुनाव में 2/3 बहुमत के साथ कांग्रेस सरकार बनायेंगी।
— Hardik Patel (@HardikPatel_) July 12, 2020
- રવિવારે હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા એક ભૂલ કરી બેઠો.
- જ્યારે હાર્દિકને પોતાની ભૂલ ખબર પડી તો તેણે ટ્વીટ ડિલીટ કરી ફરી 2.37 મિનીટે એક ટ્વીટ કર્યું.
- આ ટ્વીટમાં આજ વાત હતી, પરંતુ 1/3ને બદલે 2/3 લખી દીધુ.
- જોકે, જેવું હાર્દિકે ટ્વીટ કર્યું તુરંત લોકોએ તેના પર મજા લેવાનું શરૂ કરી દીધુ.
- કેટલાક લોકોએ તો સ્ક્રિન શોર્ટ લઈ તેને વાયરલ કરી દીધુ.
- સોશિયલ સાઈટ્સ Twitter પર હાર્દિકના જુના રેકોર્ડ્સને લઈ રાજસ્થાન કોંગ્રેસમાં મચેલી ધમાસણ પર યૂઝર્સ હાર્દિકને પ્રશ્ન પૂછવા લાગ્યા.
- અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં હાર્દિક પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેમાં તેનું કદ પણ વધ્યું હતું.
- પેટા ચૂંટણીની મોટા ભાગની જવાબદારી તેને સોંપવામાં આવી હતી.
- જેના પગલે કોંગ્રેસનાં યુવા ચહેરા તરીકે હાર્દિક પટેલ પ્રોજેક્ટ થયો હતો.
- હાર્દિક પટેલ આગામી સમયમાં તમામ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર પણ સંભાળશે.
- જો કે હાર્દિક સામે સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસમાં રહેલા આંતરિક વિખવાદને દુર કરવાની છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ આજે હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા.
- હાર્દિક પટેલ આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા.
- જ્યાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow