PTC
- આજે પીટીસી (PTC) ની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન થવા જઈ રહી છે.
- નોંધનીય છે કે, પાછલા ઘણા વર્ષોથી પીટીસી (PTC) માં ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ ચાલતો હતો.
- જોકે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા હવે શિક્ષણ વિભાગે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનો નિર્ણય કર્યો છે.
- આજથી પીટીસી (PTC) ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
- 13 જુલાઈ (આજથી) થી 23 જુલાઈ સુધી કોલેજ ખાતે ફોર્મ ભરાશે.
- સરકારે આ વર્ષે પીટીસીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા રદ કરી છે અને સેન્ટ્રલાઈઝડ પ્રક્રિયા પણ હટાવી નાખી છે.
- રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે શિક્ષણને લખતા તમામ કાર્ય ઓનલાઈન કરી દીધા છે.
- પરંતુ પીટીસી કરનાર વિધાર્થીઓની સંખ્યા ઘટતા શિક્ષણ વિભાગે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરી છે.
- નોંધનીય છે કે, પહેલા PTC ની ડિમાંડ વધારે હતી.
- મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી પીટીસીમાં પ્રવેશ લેતા હતા.
- જોકે છેલ્લા વર્ષથી PTC ની સીટમાં પણ અછત જોવા મળી રહી છે.
- દર વર્ષે 2થી 3 હજાર જેટલી સીટો ખાલી પડી રહી છે.
- જેના કારણે હવે પ્રવેશ પ્રક્રિયામાં પણ કેટલાક ફેરકાર કરવામાં આવી રહ્યા છે.
- રાજ્યમાં 34 ગ્રાન્ટેડ, 10 સરકારી અને 60 સ્વનિર્ભર પીટીસી કોલેજો છે.