Rain in Gujarat

  • સમગ્ર ગુજરાત (Gujarat) માં મેઘરાજાનું આગમન થઈ ગયું છે.
  • પાટણ જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ (Rain) પડી ગયો હતો જેના પગલે રાધનપુરમાં રસ્તાઓ પર અડધાથી એક ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં.
  • મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેમ માત્ર 3 તાલુકામાં અડધો ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
  • આ ઉપરાંત છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ જોવા મળ્યા હતા.
  • તેમજ બનાસકાંઠાના પાલનપુરમાં પોણા ઇંચ, વડગામમાં 13, દાંતામાં  9 અને લાખણીનો 8 મિમિ વરસાદ પડ્યો હતો.
  • Gujarat ના કચ્છમાં ગાંધીધામમાં બપોરે સાડા ત્રણ બાદ દોઢેક કલાકમા વરસાદ (Rain) થી સાડા ત્રણ ઇંચ જેટલું પાણી પડ્યું હતું.
  • અંજારમાં પણ સાડા ત્રણ ઇંચ જેટલી મેઘ મહેર થઇ હતી.
  • તો ભાવનગર જિલ્લામાં પાલિતાણા, વલ્લભીપુર અને ગારિયાધારમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો.
  • જ્યારે જેસર, તળાજા અને સિહોરમાં જોરદાર ઝાપટા વરસ્યા હતા.
  • સુરત શહેરમાં મોડીરાતથી વહેલી સવાર સુધીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે શનિવારે દિવસભર છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
  • રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ, આટકોટ તેમજ વીરપુરમાં મેઘસવારી આવી પહોંચી હતી
  • તથા અડધાથી ત્રણ ઇંચ પાણી વરસી જતાં વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી.
  • આટકોટ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદથી  ખેતરો પાણી પાણી થઇ ગયા હતા.

Sunita Yadav સાથેના વિવાદ બાદ પ્રકાશ કાનાણી સહીત 6 સામે ફરિયાદ નોંધાઈ

  • તો જૂનાગઢ જિલ્લામાં 1 ઇંચ વરસાદ નોંધાયો.
  • અમરેલી જિલ્લાના રાજુલામાં 1, સાવરકુંડલા અડધો ઇંચ, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં પોણો ઇંચ વરસાદ (Rain) થયો.
  • ગિર સોમનાથ જિલ્લાના ઊનામાં 1 ઇંચ, તાલાલામાં 2 ઇંચ અને વેરાવળમાં અડધો ઇંચ પાણી પડ્યું.
  • જામનગર શહેર અને જિલ્લામાં શનિવારે અડધાથી સવા ઇંચ વરસાદ (Rain) પડ્યો હતો.
  • એમાં કાલાવડમાં સૌથી વધુ 31 મીમી,જામનગરમાં 15 મીમી, લાલપુરમાં 20 મીમી, ધ્રોલ અને જોડીયામાં 12 અને 13 મીમી વરસાદ પડ્યો હોવાનું કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024