પાસ : સરકાર નિર્ણય નહીં લેતો તા 6-9-2018 પાટણની શાળા કોલેજોમાં બંધનું એલાન. PTN News
ઉપવાસ પર ઉતરેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં બુધવાર સાંજ સુધી સરકાર કોઈ હકારાત્મક નિર્ણય નહિ લે તો ગુરુવારે પાટણ શહેરની શાળા-કોલેજોમાં પાટણ જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બંધનું એલાન જાહેર કર્યું છે. પાટણ તાલુકાના આંબાપુરા ગામે 10 અને ચાણસ્મા પંથકના પીંઢારપુરા 6 યુવાનોઅે મુડન કરાવ્યુ હતું. આ ઉપરાંત ખોરસમ અને ચવેલી અને હારીજના કુકરાણા સહિતના ગામોમાં પાટીદારોએ રામધુન કરી હતી.
પાટણ જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિકભાઈ પટેલ(અડીયા) જણાવ્યું કે સરકાર બુધવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં પાસ કન્વીનર હાર્દિકના સમર્થનમાં હકારાત્મક નિર્ણય નહિ લે તો ગુરુવારે પાટણ શહેરની શાળા-કોલેજોમાં બંધનું એલાન જાહેર કરવામાં આવે છે ત્યારે સંડેર ગામે પણ શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
પાટણના આબાપુરા ગામે સોમવારે સાંજે 10 જેટલા પાટીદાર યુવકો ચંદ્રકાંત પટેલ, રાજ પટેલ, દીપક પટેલ, જય પટેલ, ભાવેશ પટેલ, યશ પટેલ, મિત્ત પટેલ, સોનુ પટેલ અને ચેતન પટેલ સહિતના યુવકોએ મુંડન કરાવી હાર્દિકને સમર્થન કર્યું હતું. બાદમાં સાંજે મહિલાઓ અને વડીલોએ રામ ધુન કરી હતી. આ ઉપરાંત હારિજ તાલુકાના કુકરાણા ગામે પટેલ સમાજની વાડીમાં પાટીદારોએ સાંજના સમયે ત્રણ કલાક રામધૂન કરી હતી. ચાણસ્માના પીંઢારપુરામા 6 યુવાનોઅે મુંડન કરાવ્યું અને ચવેલી ખોરસમ ગામમાં હાર્દિક પટેલની તબિયત સારી રહે તેના માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“