જાણો ગુજરાતના IPS હાલ પાટણ જીલ્લાના એસ.પી “શોભા ભૂતડા” ના જીવન વિશે. PTN News

પોસ્ટ કેવી લાગી?

સ્ટડી દરમિયાન નહોતા બોલી શકતા ENGLISH, આ લેડી આજે ગુજરાતમાં છે IPS. મૂળ મહારાષ્ટ્રના વતની શોભા ભૂતડા મહેનત કરીને IPS બન્યા છે જે આજે ગુજરાતના આંગણે પાટણમાં એસ.પી તરીકે ફરજ બજાવે છે.

જ્યાં જુઓ ત્યાં મહિલાઓ પોતાનું આગવું પ્રદર્શન કરીને આગળ આવે છે. એમાં પણ એજ્યુકેશન ક્ષેત્રે મહિલાઓનું નામ ગુંજતું રહે છે. ત્યારે મૂળ મહારાષ્ટ્રના વતની શોભા ભૂતડા મહેનત કરીને IPS બન્યા છે જે આજે ગુજરાતના આંગણે પાટણમાં એસ.પી તરીકે ફરજ બજાવે છે. મહિલા અધિકારી શોભા ભૂતડાએ બીકોમમાં અભ્યાસ કર્યો છે. જ્યારે તેઓ 2008માં યુપીએસસી પાસ આઉટ થયા હતાં. સ્કુલમાં અભ્યાસ કરતાં ત્યારે તેમને અંગ્રેજી ખૂબ જ કાચું હતું. અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહેનત કરી તો બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સ્કુલ તરફથી ચેન્નઈ ટ્રિપમાં ગયા હતા ત્યારે અંગ્રેજી બોલવામાં બહુ જ તકલીફ પડતી હતી જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બે દિવસ અમારે ધર્મશાળામાં રોકાવું પડ્યું, એ બે રાત હું ક્યારેય ભૂલી શકું એમ નથી.

2008 ની બેચના આઇપીએસ શોભા ભૂતડા  લાતુરના મારવારી પરિવારના છે, જયારે પ્રદીપ મરાઠા કુટુંબના છે. સિવિલ સર્વિસ ની તૈયારી દરમિયાન, બે એકબીજા સાથે સંપર્કમાં આવ્યા  હતા. બંને એક જ કોચિંગમાં અભ્યાસ કર્યો હતો.  અને તે જ સમયે તેઓ સિવિલ સર્વિસ જવાની કલ્પના કરી હતી.

તેવો બંને એક સાથે IPS બન્યા અને ગુજરાતમાં તેમને મુકવામાં આવ્યા, બંન્ને વચ્ચે ઘણી સમાનતાઓ છે બંને ફોટોગ્રાફી અને વન્યજીવનમાં રસ ધરાવે છે. દેશભરમાં ઘણા આઈએએસ અથવા આઈએએસ-આઇપીએસ યુગલો છે,  તેમના એક ગુજરાતના આઇપીએસ યુગલ છે એસપી શોભા ભુતડા અને એસપી પ્રદીપ સેલુજ જેમના લગ્ન  4 જૂન 2015 ના રોજ થયા હતા. આમ કરવાથી તેઓ ગુજરાતના પ્રથમ ખાખી દંપતિ બન્યા હતા.

જન્માષ્ટમી ના દિવસે તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures