સુરેન્દ્રનગરની સભામાં ચાલુ ભાષણે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારી. જુવો વીડિઓ.
વઢવાણના બલદાણા ગામની સભામાં હાર્દિકને થપ્પડ મારનાર યુવાન કડીમાં ભાજપનો કાર્યકર છેકડીના તરૂણ ગજ્જરે સુરેન્દ્રનગર જઈ સ્ટેજ પર હાર્દિકને લાફો માર્યો
- વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી.
- ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનારને બરેહમીથી માર માર્યો હતો.
- હુમલાને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.
લાફો મારનાર કડીના જેસલપુરનો રહીશ
હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે