લોકસભા ચૂંટણી 2019નું વલણ સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે. તો ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જોડાયેલા અને પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે હિન્દીમાં લખ્યું કે જનતાએ ભાજપને નહીં પરંતુ બેઇમાનીએ ભાજપને જીતાડી છે.
कांग्रेस नहीं…
बेरोज़गारी हारी हैं, शिक्षा हारी हैं, किसान हारा हैं, महिला का सम्मान हारा हैं, आम जनता से जुड़ा हर मुद्दा हारा हैं, एक उम्मीद हारी हैं, सच कहे तो हिंदुस्तान की जनता हारी हैं।कांग्रेस के सभी कार्यकर्ता की लड़ाई को सलाम करता हूँ।लड़ेंगे और जीतेंगे।जय हिंद— Hardik Patel (@HardikPatel_) May 23, 2019
હાર્દિક પટેલે ટ્વીટ કરતાં હિન્દીમાં લખ્યું હતું કે, કોંગ્રેસ તથા રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી, અમે ઇમાન સાથે મેદાનમાં હતા, જનતાએ ભાજપને નહીં બેઇમાનીએ ભાજપને જીતાડી છે. તમે મને ગાળો આપી શકો છો. પરંતુ સત્ય બોલવું જરૂરી છે. દેશમાં જનતાના મોઢા પર ખુશી નથી. ભારત માતાની જય.
વધુમાં હાર્દિક પટેલે લખ્યું કે બેરોજગારી હારી છે, શિક્ષા હારી છે. ખેડૂત હાર્યા છે. મહિલાનું સમ્માન હાર્યું છે. સામાન્ય જનતા સાથે જોડાયેલા તમામ મુદ્દા હાર્યા છે. એક આશા હારી છે. સાચુ કહું તો હિન્દુસ્તાનની જનતા હારી છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાની લડાઇને હું સલામ કરું છું. લડીશું અને જીતીશું. જય હિન્દ…
ત્યાં જ ભાજપની આટલી મોટી બાદ ઠાકોર સેનાનાં નેતા અને બનાસકાંઠા વિધાનસભાથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમારી સાથે અન્યાય કરનારાઓને આ જડબાતોડ જવાબ મળ્યો છે. રાધનપુરની જનતાની સાથે સમગ્ર ગુજરાત એ મારા અપનામ સામે જવાબ આપ્યો છે આ સાથે તેમણે જણાવ્યું કે, મારું ધારાસભ્ય પદ કોંગ્રેસ તમે નહિ છીનવી શકો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવું છું.