હાર્દિકનું ટ્વિટ, જોઉં છું સરકાર જીતશે કે મહાત્મા . PTN News

પોસ્ટ કેવી લાગી?

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તેણે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. 31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.

किसानों की क़र्ज़ा माफ़ी और आरक्षण को लेकर अन्न और जल के त्याग के साथ विजय संकल्प अनिच्छितकालिन उपवास आंदोलन का आज सातवाँ दिन हैं।लड़ूँगा लेकिन हार नहीं मानूँगा,पहले मैं भगतसिंह के मार्ग पर था लेकिन अभी में गांधी के मार्ग पर हूँ।देखता हूँ सरकार जितेगी या महात्मा.जय हिंद

સરકારને કંઈક સુઝે એવી પ્રાર્થના કરીયેઃ કળસરિયા

આજે હાર્દિકને મળવા માટે પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા કનુભાઈ કળસરિયા પહોંચ્યા હતા.

આજે પાસ તરફથી હાર્દિક પટેલને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ આ અરજી નોટ બિફોર મી કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની આજે સુનાવણી કરવામાં આવશે. અરજીમાં આક્ષેપ લગાવવામં આવ્યો છે કે પોલીસ હાર્દિકના ઘરે જીવન જરૂરી સામાન પણ પહોંચવા નથી દેતી. દૂધ-શાકભાજી, પાણી સહિતની વસ્તુઓ પોલીસ અટકાવી રહી છે. આ ઉપરાંત હાર્દિકને મળવા આવતા લોકોને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures