gujarat mehsana-mix-response-in-unja-bandh-for-umiya-mata-rath-stop-ptn news

મહેસાણામાં ઉમિયા માતાના રથને અટકાવી દીધો હતો તે મામલે આજે ઉંઝામાં બંધ પાળવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.

મહેસાણામાં ઉમિયા માતાના રથને અટકાવી દીધો હતો તે મામલે આજે ઉંઝામાં બંધ પાળવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધને સામાજીક અને ધાર્મિક સંસ્થાઓનું પણ સમર્થન મળી રહ્યું છે.

જોકે આજે  સવારે ઉંઝામાં નોમ હોવાને કારણે ઘણી દુકાનો ખુલ્લી હતી પરંતુ બપોરે 12 કલાક પછી સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. જ્યારે એપીએમસી તો જાહેર રજાને કારણે બંધ જ છે. ઉંઝા બજારમાં આ બંધને પહેલા મિશ્ર પ્રતિસાદ બાદમાં બધી દુકાનો ધીરે ધીરે બંધ થઇ રહી હતી.

આજે બંધના કારણે અનેક શાળાઓમાં પણ રજા આપવામાં આવી છે.

અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

નોંધનીય છે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઇ-બહેનો અને બાળકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તે ઉપરાંત મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઇન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી પણ આપી હતી.

મહત્વનું છે કે કાલથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો હતો કે આજે બપોરે બાર વાગ્યાથી દુકાનો અને બજારને સ્વયંભૂ બંધ પાળવામાં આવશે. સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે પત્ર ઉંઝા બજાર બંધની અપીલ કરતાં બધાને આ બંધમાં જોડાવવાની અપીલ કરતો એક પત્રમાં આવ્યો છે.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઇ-બહેનો અને બાળકો ઉપર પોલીસે કરેલી લાઠીચાર્જ અને દમનના વિરોધમાં અને કેના કારણે લાગણી દુભાવવાયી છે. ઉંઝા નગરના ઘંઘા-રોજગાર તા. 04-09-2018 બપોરે 12.00 કલાકથી એક દિવસ માટે સંપૂર્ણ બજાર બંધ રાખી ટેકો આપવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024