પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામે સમસ્ત ગામ, આર્યવ્રત નિર્માણ અને મનરેગા ના સંયુક્ત ઉપક્રમે અંબાજી પીપળવન, ઘરદીઠ દંપતિઓ દ્વારા વૃક્ષ પૂજન , ૧પ૦૦ જેટલા વિવિધ દેશીકુળના વૃક્ષોનું વિતરણ અને ગ્રીન કમાન્ડોના સંકલ્પનો પ્રાકૃતિક કાર્યક્રમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

સમસ્ત કાતરા ગામના યુવાનો વડીલોના માર્ગદર્શન થકી સતત એક મહિનાથી અથાક મહેનત કરતા હતા અને જેના ફળસ્વરૂપ આજે પર્યાવરણ જાળવણી માટે સમગ્ર ગામ એકસંપ થયું અને સ્મશાનભૂમિ , પંચવટી તથા અન્ય જગ્યાઓમાં પીપળવન નિર્માણ કરાવ્યું તથા ઘરદીઠ દંપતિઓએ વૃક્ષ પૂજન કરી પોતાના વાડા અને ખેતરોમાં વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કર્યો જે સમાજ માટે પ્રેરણાદાયી છે.

જિલ્લા પોલીસવડાએ ગામના યુવાનો , બહેનો , વડીલો અને બાળકોના પર્યાવરણ માટેના સમપ્રણને હ્રદયપૂર્વક બિરદાવ્યું તથા ગામેગામ આવા પીપળવન ઉભા કરવા આહવાન કયું હતું.

એડિશનલ કલેક્ટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જોશી સર દ્વારા મનરેગાની વિવધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવા પર ભાર મુક્યો હતો.

આર્યવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બિ્રગેડના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા ઉપસ્થિતિ સૌ મહાનુભાવો સહિત સમગ્ર ગામને પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ એવમ સંવર્ધન માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા આ બધા જ વૃક્ષો ઉછરે એ માટે યુવાનોને હાકલ કરવામાં આવી હતી. મહેમાનોના હસ્તે ગામના દાતાઓ અને યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વનવિભાગના વડા બી.એમ.પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા અને વૃક્ષો પુરા પાડ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને કાતરા ગામને હરિયાળું તથા સ્વચ્છ બનાવવા પ્રકાશભાઈ ચૌધરીની આગેવાનીમાં સૌ યુવાનો, ગામના સરપંચ તથા વડીલોએ તન મન અને ધનથી ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024