Haryana
હરિયાણા (Haryana)ના ફતેહાબાદ જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે. જેના પિતાએ જ પોતાની પુત્રી સાથે દુસ્કર્મ આચર્યું છે. હેવાન બનેલા પીતાએ પોતાની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી.
મળતી માહિતી મુજબ, આરોપીની પત્નીનું બે વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદથી તેની ગંદી નજર પોતાની જ દીકરી પર હતી. પિતા પુત્રીના તમામ સંબંધોને ભૂલીને પિતાએ પોતાની હવસ સંતોષવા પોતાની જ પુત્રીને શિકાર બનાવી. બીજી તરફ આરોપીને પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. લગભગ બે વર્ષ સુધી પુત્રી સાથે આ દુસ્કર્મ આચરતો રહ્યો. ત્યારબાદ પીડિતા અંતે તૂટી ગઈ અને મામલાની સૂચના પોલીસને આપી. સૂચના મળ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી મામલાની તપાસ આરંભી દીધી છે.
આ પણ જુઓ : PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક
પીડિતાની બે નાની બહેનો અને એક ભાઈ છે. ભાઈ મજૂરી પર ગયા બાદ ગત બે વર્ષથી તેના પિતા તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કવિતાનું કહેવું છે કે ફરિયા દ મળ્યા બાદ આરોપી પિતાની વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.
આ પણ જુઓ : PUBG સહિત ચીનની આ 118 એપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કિશોરી ગર્ભવતી છે કે નહીં તે જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવશે. જોકે અન્ય તપાસમાં ગર્ભવતી હોવાની પુષ્ટિ નથી થઈ. હાલ તપાસ ચાલી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.