સ્ત્રીઓ તેમની સુંદરતાને લઇને હંમેશાં કોન્શિયસ રહે છે. યુવાન અને સુંદર દેખાવા માટે તેઓ પીડાદાયક સારવાર લેવા માટે પણ તૈયાર થઈ જાય છે, જેમાં કપિંગ થેરપી પણ એક છે. માત્ર બોલિવૂડ અને હોલિવૂડ હીરોઇનમાં જ નહીં પરંતુ હવે આ થેરપીનો ક્રેઝ સામાન્ય છોકરીઓમાં પણ જોવા મળી રહ્યો છે. આ થેરપી દ્વારા શરીરમાંથી ખરાબ લોહી બહાર કાઢવામાં આવે છે. તેનાથી મહિલાઓ સુંદર તો દેખાય છે પણ સાથે તંદુરસ્ત પણ રહે છે.
કેવી રીતે થેરપી કરવામાં આવે છે?
આ થેરપી દરમિયાન એક્યુપંક્ચર સ્પેશિયાલિસ્ટ કોટનનાં પૂમડાંને પહેલાં દારૂમાં પલાળીને પછી તેને કાચના એક નાના કપમાં મૂકીને આગ લગાવી દે છે. ત્યારબાદ આગ હોલવીને તે ગરમ કપને તરત જ ત્વચા પર મૂકી દેવામાં આવે છે. કપિંગ થેરપી ત્રણ પ્રકારની હોય છે – ડ્રાય, વેટ અને ફાયર કપિંગ. આ ત્રણેય થેરપીમાંથી વેટ કપિંગ લોકોમાં વધારે ફેમસ છે. ડ્રાય કપિંગમાં કપને સીધો સ્કિન પર મૂકવામાં આવે છે, જ્યારે વેટ કપિંગમાં ભાર મૂકીને કપિંગ કરવામાં આવે છે. ફાયર કપિંગ આ બંનેથી ખૂબ અલગ છે. તેમાં 70% આલ્કોહોલમાં કોટન બોલ પલાળવામાં આવે છે અને પછી તેને બાળીને કપની મદદથી કપિંગ થેરપી કરવામાં આવે છે.

થેરપીના ફાયદા
સારું બ્લડ સર્ક્યુલેશન
તે શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વને બહાર કાઢે છે, જે રક્ત પરિભ્રમણને વધુ સારું બનાવે છે. ખાસ કરીને શરીરના તે ભાગમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવી દે છે, જ્યાં કપ લગાવવામાં આવ્યા હોય છે. તેનાથી નવું લોહી પણ બને છે, જે તમને ઘણા રોગોથી દૂર રાખે છે.
દર્દથી આરામ
કપિંગ થેરપી કરાવવાથી માઇગ્રેન, પીઠનો દુખાવો અને ગરદનના દુખાવામાં રાહત મળે છે. તેને સોજાવાળી જગ્યા પર કરાવવાથી ટિશ્યૂને આરામ મળે છે અને દુખાવો અદૃશ્ય થઈ જાય છે. આ ઉપરાંત, તે લોહીની ગાંઠ પણ દૂર કરે છે અને સ્નાયુઓમાં થતો દુખાવો ઓછો કરે છે.
શરદી, ઉધરસ અને એલર્જીમાં રાહત
કપિંગ થેરપી શરદી, ઉધરસ અને એલર્જી મટાડવાનું કામ કરે છે. આ સાથે તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.
ડિટોક્સિફિકેશન
કપિંગ થેરપી શરીરની અંદરની ગંદકીને બહાર કાઢી શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ પણ કરે છે. આ બ્લડ સપ્લાયને સુધારી ડેડ સ્કિન સેલ્સનો નાશ કરે છે અને તરત શરીરમાંથી લોહી દ્વારા ઝેરી તત્ત્વો બહાર કાઢે છે.
તણાવ દૂર કરે
કપિંગ સેશન દરમિયાન આરામદાયક અનુભવ થાય છે, જેનાથી તણાવ દૂર થાય છે. આ થેરપી દરમિયાન કપ્સને શરીરના વિવિધ ભાગમાં ફેરવવામાં આવે છે. જેનાથી શરીરના અન્ય ભાગ સાથે મગજમાં પણ રક્ત પરિભ્રમણ ઝડપી બને છે. તેથી તણાવ દૂર થાય છે.
સુંદરતા વધારે
જે લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ, ડાઘા, ફોલ્લી થાય છે તેમના માટે કપિંગ થેરપી શ્રેષ્ઠ સારવાર છે. આ થેરપી બેક્ટેરિયા સાથે લડે છે અને લોહી શુદ્ધ બનાવે છે.

ત્વચામાંથી ગંદકી બહાર કાઢે છે
ધૂળ-માટી અને પ્રદૂષણ ત્વચાની અંદર ઉંડાણમાં જઇને નુકસાન પહોંચાડે છે, જેનાથી ચહેરાની સુંદરતા જતી રહે છે. પરંતુ કપિંગ થેરપી તમારી ત્વચાની અંદર જઇને તેમાં જામેલો કચરો બહાર કાઢે છે.
એન્ટિ-એજિંગ
આ થેરપીથી લોહી શુદ્ધ થવાથી નવું રક્ત પણ બને છે, જેનાથી એન્ટિ-એજિંગની સમસ્યા પણ દૂર થાય છે. આ સાથે ત્વચા ડિટોક્સ પણ થાય છે. તેના કારણે કરચલીઓ, ડાર્ક સર્કલ્સની સમસ્યા પણ નથી થતી અને તમે હંમેશાં યુવાન દેખાઓ છો.
કરચલીઓથી છૂટકારો
આ ઉપચારમાં તમારી ત્વચા ખેંચીને કપ્સ સાથે જોડવામાં આવે છે. તેનાથી તમારી સંકોચાયેલી સ્કિનમાં થોડું ખેંચાણ આવે છે. જેના કારણે તમારા ચહેરા પર પડેલી કરચલીઓની સમસ્યા ધીમે-ધીમે ઓછી થાય છે. આ થેરપીથી ચહેરાના સ્નાયુઓને પણ આરામ મળે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.