• આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે, તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે.
  • આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. આ પીઢ લોકોમાં વધુ હોય છે અને તેને આર્થરાઇટિસ કહે છે.
  • આર્થરાઇટિસ મુખ્યત્વે ઉતકો અને માંસપેશીઓના ધીમે-ધીમે ખરાબ થવાથી થાય છે. આ જેનેટિક પણ હોઈ શકે છે અથવા તો પછી તેનું કારણ આપણી આજકાલની લાઇફસ્ટાઇલ છે કે જેમાં આપણે પોતાનાં આરોગ્યની ચિંતા કર્યા વગર દિવસ-રાત માત્ર કામ જ કરતા રહીએ છીએ, પોતાનાં ખાવા-પીવા પર ધ્યાન નથી આપતાં.
  • આર્થરાઇટિસનાં દુઃખાવાથી છુટકારો પામવા માટચે કાકડી અને હળદરનો જ્યુસ બહુ જ કારગત માનવામાં આવ્યો છે.

જ્યૂસ બનાવવાની રીત :

  • આના માટે સૌપ્રથમ આપ એક કાકડી અને એક ઇંચ તાજી હળદરનું મૂળ લો અને તેને મિક્સમાં વાટી લો. તે પછી તેમાં થોડુક પાણી અને વનીલા મેળવી તેને પીવો. તેને આપ દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો. આપને આર્થરાઇટિસથી થતા દુઃખાવામાં તરત આરામ મળશે.
  • જો આપનું આર્થરાઇટિસ મેદસ્વિતાનાં કારણે છે, તો આપ વજન ઘટાડવાની સાથે-સાથે આ જ્યૂસ પણ પીવો અને દરરોજ એક્સરસાઇઝ કરો કે જેથી આપની માંસપેશીઓ અને જૉઇંટ્સ હેલ્ધી રહે. અને જો આ સમસ્યા આપના પરિવારમાં છે, તો આપ એક હેલ્ધી ડાયેટ ફૉલો કરો અને પોતાનાં ભોજનમાં એંટી-ઑક્સીડંટ કે એંટી-ઇનફ્લેમેટરી ફૂડ્સનો ઉપયોગ કરો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024