Heart Attack : પાટણ શહેરના વેપારી શનિવારે રાત્રે ઉઘરાણીથી પરત આવતા અઘાર નજીક હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈએ સરસ્વતી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. તેઓના નિધનથી જૈન સમાજમાં આઘાતની લાગણી ફેલાઈ હતી.પાટણ શહેરમાં કનાસાનો પાડા ખાતે રહેતા નીતિનકુમાર વાડીલાલ શાહ (55) કાપડના વેપારી હતા. તેઓ કાપડની ઉઘરાણી કરવા બાઈક લઇ શનિવારે સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે ગયા હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા તે વખતે રાતના આઠેક વાગ્યાના અરસામાં અઘાર નજીક ગોગા મહારાજના મંદિરની સામે હાઇવે ઉપર બેભાન હાલતમાં પડ્યા હતા.
ત્યાંથી નીકળતા રાહદારીએ 108ની મદદથી તેમને પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પણ સારવાર મળે તે પહેલા તેમનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. આ અંગે મૃતકના ભાઈએ સરસ્વતી પોલીસ મથકે હૃદયની તકલીફ હોય અને હાર્ટ એટેકના હુમલાથી મોતનો ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીએસઆઇ એમ.જે.વાઘેલાએ હાથ ધરી હતી.
ગતરોજ રાધનપુર એસટી ડ્રાઈવરનું ચાલુ બસે હાર્ટ એટેકથી મોત થયું હતું.
ગતરોજ રાધનપુર એસટી ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર સોમવારે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. જે બાદ તેમને સહકર્મચારીઓ સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
ST કર્મચારીને ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા મોત થયું હતું. રાધનપુર-સોમનાથ STના ડ્રાઈવર ભારમલ આહીરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમની સોમનાથથી રાધનપુર પરત ફરતી વખતે તબિયત લથડી હતી. પહેલા તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, બાદમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. તેના બાદ ડ્રાઈવરને રાધનપુર રેફરલ હોસ્પિલમાં લઈ જવાયા હતા. પરંતું સારવાર દરમિયાન બસના ડ્રાઈવરનું મોત થયું હતું.
તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો
તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રકારના બનાવોનું કારણ શોધવા માટે નિષ્ણાંતોની ટીમની રચના કરી છે. કોરોના પછી હૃદયરોગના હુમલાઓમાં વધારા માટે કોિવડ માટે લેવામાં આવેલી દવાઓ અને રસી તો જવાબદાર નથી એ પણ તપાસવામાં આવશે. લૉકડાઉનમાં ખાણીપીણી, રહેણીકરણીમાં આવેલા ફેરફારથી આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં પહેલીવાર હૃદયરોગના હુમલાઓના કારણોનો વ્યાપક સ્તરે અભ્યાસ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ને મેયોકાર્ડિયલસ ઇન્ફ્રેક્શન એટલે કે હૃદય રોગના વધી રહેલા કેસની તપાસ કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઇસીએમઆરે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ (એનસીડીસી)ની મદદથી આકસ્મિક મોતના કારણો તપાસવા માટે બે મૉડેલ અપનાવ્યા છે. બન્ને મૉડેલ હેઠળ અભ્યાસ માટે નિષ્ણાંતોની અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans