ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ મધ્યપ્રદેશ પર ડીપ્રેશન સક્રિય છે જે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની જશે. હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આણંદ, વડોદરા,ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ બે દિવસ વરસાદની તિવ્રતા યથાવત રહેશે અને 48 કલાક બાદ વરસાદની તીવ્રતામા ઘટાડો થશે. જો કે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 67 ટકા વરસાદ નોંધાયો છે. દરિયામાં પવનની ગતી તેજ હોવાના કારણે માછીમારો દરિયો ન ખેડવા સુચના આપી છે.
ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે જેમાં પુણે-નિજમુદ્દીન એક્સપ્રેસ બારમેર યશવંતપુર એક્સપ્રેસ. પુણે ઇન્દોર એક્સપ્રેસ. ઇન્દોર પુણેએક્સપ્રેસ, ચંદીગઢ કોચીવેલી એક્સપ્રેસ રદ કરાય છે. પુણે,ઇન્દોર ,ચંદીગઢ,ભાવનગર,રાજકોટ,અમદાવાદ આવતી જતી ટ્રેન રદ કરવામાં આવી છે. 12 ઓગસ્ટ સુધી કુલ 28 જેટલી ટ્રેન રદ કરાય છે. તેમજ ટ્રેનના માર્ગમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે.
અમદાવાદ રેલવે વિડિઝનના પીઆરઓ પ્રદિપ શર્માએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રેલવે વિભાગ દ્વારા જે પણ ટ્રેન રદ કરવામાં આવી છે તેનુ પુરુ રિફન્ડ આપવામાં આવી રહ્યુ છે. જે પ્રવાસીઓએ ઓનલાઈન બુક કરાવી છે તે તેનુ રિફંડ ઓનલાઈન જ આપવામાં આવી રહ્યુ છે. જે પ્રવાસીએ ટિકિટ બારી પરથી ટિકિટ લીધી છે તેવા પ્રવાસીઓએ કોઈ પણ રેલવે ડિવિઝનની બારી પરથી ટિકિટ રદ કરાવીને રિફંડ મેળવી શકશે. તેમજ તહેવાર આવી રહ્યા છે ત્યારે જે રૂટ બંધ છે તે ખુલી ગયા બાદ પ્રવાસીઓનો ધસારો રહેશે તો ટ્રેનમા વધારાના કોચ જોડવામાં આવશે તેમજ વિશેષ ટ્રેન પણ દોડવાશે.
ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલના કારણે વિઝિબિલીટી ઓછી થવાથી ફ્લાઈટ સમય કરતા અડધો કલાક મોડી ચાલી રહી છે. અમદાવાદથી મુંબઈ-શિરડી,કોચિન જતી ફ્લાઈટ પ્રભાવિત થઇ છે. તો ભારે વરસાદના કારણે કોચિન એરપોર્ટ પર પાણી ભરાયા હોવાના કારણે એરપોર્ટ બંધ કર્યુ છે જેના કારણે અમદાવાદથી કોચિન આવતી જતી ફ્લાઈટ રદ કરાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.