ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે કડકાઇ રીતે પાલન થાય તે માટે કાયદાઓ પણ બનાવવામાં આવે છે. જોકે, ગુજરાતમાં દારૂબંધીનો લાભ લઇને પોલીસ દારૂ પીધેલા લોકો પાસેથી રૂપિયા ખંખેરતી હોવાના અનેક કિસ્સા બન્યા છે.

આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાં બન્યો છે જ્યાં દારૂ પીધેલા દુકાનદાર પાસેથી જામીન પર મુક્ત કરવા માટે એક લાખ રૂપિયા લાંચની માગણી કરી હતી. જોકે, અંતે રૂ.25,000માં મામલો થાળે પાડ્યો હતો. દુકાનદારે એસીબીને જાણ કરતા એસીબીની ટ્રેપમાં પોલીસ કર્મચારી રૂ.25,000 લેતા રંગે હાથે ઝડપાયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં એક દુકાનમાં દુકાનદાર દારુ પીધેલી હાલતમાં હતો ત્યારે વીરપુર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અશ્વિનસિંહ નીરુભા અને રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળાએ પકડ્યા હતા.

બંને પોલીસ કર્મચારીઓએ દુકાનદારને જામીન ઉપર મુક્ત કરવાના અવેજ પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે દુકાનદાર રૂ. 25,000 આપવા માટે રાજી થયા હતા.

દુકાનદાર લાંચની રકમ આપવા ન માંગતા એસીબીનો ટોલફ્રી નંબર 1064 ઉપર કોલ કરીને જાણ કરી હતી.

જેથી રાજકોટ એસીબી એકમની ટીમ અને મોરબી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે છટકું ગોઠવ્યું હતું.

ગત 9-8-2019ના રોજ રાજેન્દ્ર લાંચની રકમ રૂ.25,000 લેતા રંગેહાથે ઝડપાયો હતો. અને રાજેન્દ્ર ઘટના સ્થળ ઉપરથી ભાગી ગયો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.