ગુજરાત રાજ્યમાં સરેરાશ 28 ટકા વરસાદ નોંધાયો છે…જો કે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે. અને હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમ છતા પણ કચ્છમા નામનો જ વરસાદ થયો છે. તો ઉતર ગુજરાત પણ અમુક તાલુકામા પાણીની જરૂર છે. વરસાદ ખેચાવવાના કારણે ખેડૂતો ચિંતત બન્યા હતા. પરંતુ સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે વરસાદ સારો થયો છે. હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે જણાવ્યુ છે કે આજે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ પડશે. અને આવતીકાલથી બે દિવસ વરસાદમા કમી આવશે.

ગુજરાત રાજ્યમાં સરેરાશ 28 ટકા વરસાદ નોંધાયો છે...જો કે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે. અને હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમ છતા પણ કચ્છમા નામનો જ વરસાદ થયો છે.

ફરી 27 જુલાઈથી ગુજરાતમા વરસાદની તીવ્રતા વધશે.કારણ કે 26 જુલાઈના બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થશે. અને વરસાદી સિસ્ટમ મજબુત હોવાના કારણે ગુજરાતમા સારો વરસાદ આપશે. 28 અને 29 જુલાઈના સમગ્ર ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદ થશે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને કચ્છમા 28 અને 29 જુલાઈના ભારેથી અતિભારે વરસાદ થશે.

ઉલ્લેખનીય છે કે ચોમાસુ બેસી ગયા બાદ દક્ષિણ ગુજરાતમા વરસાદ થયો અને બાકીના વિસ્તારોમા વરસાદ ખેચાયો છે. જો કે મહત્વનુ કારણ એ છે કે ચોમાસુ બેસી ગયા બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમા બનતી સિસ્ટમ ગુજરાતને વરસાદ આપે છે.

પરંતુ ચાલુ વર્ષે બંગાળની ખાડીમા સિસ્ટમ સક્રિય થવી જોઈએ તેટલી સિસ્ટમ જ સક્રિય ન થય. જેના કારણે ગુજરાતમા વરસાદ ખેચાયો છે. એક બાજુ વરસાદ ખેચાયો અને બીજી બાજુ મહત્તમ તાપમાનમા નોંધપાત્ર વધારો થયો હતા. અને બફારાથી લોકો પરેશાન થયા છે. અને મહત્તમ તાપમાને છેલ્લા 10 વર્ષના જુલાઈ મહિનાનો રેકોર્ડ તોડ્યો હતા. જો કે આ બધુ ગ્લોબલ વોર્મિગના કારણે થય રહ્યુ છે.

હવામાન નિષ્ણાતોનુ પણ માનવુ છે કે ગ્લોબલ વોર્મિગની અસર ઋતુઓ પર થય રહી છે. જેના કારણે ગરમી વધી રહી છે..અને વરસાદનુ પ્રમાણ ઘટી રહ્યુ છે. જો કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી શરુ થય છે આશા છે કે લો પ્રેશર સમગ્ર ગુજરાતમા સારો વરસાદ આપશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.