ટીકટોકના યૂઝર્સમાં વધારો થઈ રહ્યો છે. જોકે, કેટલીક વાર ટીકટોકના વીડિયો સરકારી નોકરિયાતો માટે જોખમી સાબિત થઈ શકે છે. આવું જ કઈક એલઆરડી મહિલા પોલીસ કર્મી અલ્પીતા ચૌધરી સાથે થયું છે. પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવનાર મહેસાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ અલ્પીતાને ફરજ મુક્ત કરાયા છે. અલ્પીતા ટીકટોકના ચાહક હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં બનાવેલો વીડિયો વાયરલ થતા સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. અલ્પીતા મહેસાણાના લાંધણજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં. (તસવીર સૌજન્ય ફેસબુક)

ટીકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ થનાર એલઆરડી અલ્પીતા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. અલ્પીતા ચૌધરીના નામથી એક્ટિવ ફેસબુક એકાઉન્ટમાં તેમના અનેક પિક્ચર્સ અને વીડિયો જોવા મળે છે.

પોલીસની નોકરીમાં કેટલાક આદર્શ નિયમોનું પાલન કરવાનું હોય છે, જેમાં જાહેર વર્તનનો સમાવેશ પણ થાય છે. અલ્પીતા ચૌધરી નામના એકાઉન્ટ પરથી ફેસબુકમાં ઢગલા બંધ વીડિયો અને તસવીરો મૂકવામાં આવી છે.

ફેસબુક પર ફિલ્ટર એપ B16 અને સુપર સેલ્ફી સહીત અનેક એપના ઉપયોગથી એડિટ કરીને પોલીસકર્મીએ જુદા જુદા પ્રકારની તસવીરો મૂકી હતી.

એલઆરડી અલ્પીતા પેટ્સના પણ શોખીન હોય તેવું જાણવા મળી રહ્યું છે, તેમણે પોલીસ ડોગ સાથેની અનેક તસવીરો ફેસબુકમાં મૂકી છે.

તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં હેરસ્ટાઇલથી લઈને ટ્રેન્ડી ડ્રેસિસ અને સેલ્ફીઓની વણઝાર જોવા મળે છે. પોલીસની નોકરી જાહેર જીવન સાથે જોડાયેલી હોવાથી તેની સાથે કેટલીક શિસ્ત લાગુ પડતી હોય છે અને તેના કારણે જ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો તૈયાર કરનાર અલ્પીતા ચૌધરી ફરજ મુક્ત થયા છે.

અગાઉ ગઈકાલે જ્યારે તેમના વીડિયો વાયરલ થયા ત્યારે મહેસાણાના ડી.વાય.એસ.પી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે આ વીડિયો મહેસાણાનો હોય કે ન હોય પરંતુ તેની તપાસ કરાશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે.

અલ્પીતા ચૌધરીના અનેક ટીકટોક વીડિયો વાયરલ થયા હતા અને તેના કારણે તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.