2 killed in hit and run in Patan

Hit and Run Case : પાટણ શહેરમાં ગુરૂવારે વહેલી સવારે ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, પોલીસે ફરિયાદ આધારે ચાલક સહિત 3 યુવકો સામે 302 નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી કૌટુંબિક ભાઈ વેદ રાવલ અને હિતેશ રાવલની પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત સર્જનાર મોડીફાઈ કરેલ જીપ ગાડી મામલે તપાસ અનુસંધાને આરટીઓ વિભાગે તપાસ શરૂ કરી હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએતો પાટણ શહેરમાં ગુરૂવારે વહેલી સવારે ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં બે લોકોનાં મોત થયાં હતા. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ઘના કચડાઈ જવાથી બંનેનાં મોત થયાં હતાં. પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે ૮ વાગ્યાની આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ જીપના ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પરથી ઊતરીને પુરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝુપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી

બહાર બેઠેલા ૬૦ વર્ષના એક વૃદ્ઘ અને ઘરની બહાર બાથરૂમમાં કપ્ાડાં ધોઈ રહેલી ર૦ વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપડપટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. ગાડી એક જ મકાનમાં ઘૂસી ઊભી રહેતાં વધુ લોકોને અડફેટે લે એ પહેલાં ઊભી રહી ગઈ હતી. ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024