•  વાળનાં સંભાળ માટે આપણે જ્યારે કોસ્મેટિક્સ અને પાર્લરથી કંટાળીએ છીએ ત્યારે આપણા દાદા-દાદીને ને પૂછીએ છીએ કે તમારા વાળ આટલા સુંદર કઇ રીતે છે?
  • ત્યારે હંમેશા તેઓ કહે છે કે કેમિકલનો સાથ છોડીને તમારે ઘરેલું નુસખા વાપરવા જોઇએ.
  • તેઓ દાવો કરીને કહે છે કે, દાદીમાનાં જે નુસખા હોય છે તેનાથી આપણા વાળને ક્યારેય નુકસાન પહોંચતુ નથી પરંતુ વાળ સારા જ થાય છે.
  • તો આપણે પણ જોઇએ કે કયા ઘરગથ્થુ નુસખાથી થોડા જ દિવસમાં આપણા વાળ સફેદનાં કાળા થશે.
  • આમળાનો રસ વાળમાં લગાવવો.
  • જો રસ ન હોય તો આમળાનો પાવડર લાવવો અને તેમાં દહીં ઉમેરી અને વાળમાં લગાવવું.
  • આ હેર પેકને 30 મિનિટ માટે વાળમાં રાખો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો.
  • આમળાનાં પાવડરમાં થોડો મેથીનાં દાણાનો પાવડર મિક્સ કરીને પાણી નાંખીને તેનો માસ્ક બનાવો.
  • આ હેર માસ્કને આખી રાત વાળમાં રહેવા દઇને સવારે માઇલ્ડ શેમ્પુથી ધોઇ નાંખો.
  • નાળિયેરના તેલમાં અશ્વગંધા અને ભૃંગરાજનો પાવડર ઉમેરી પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો. 1 કલાક પછી વાળ હુંફાળા પાણીથી ધોઈ લેવા.
  • આ હેર પેક વાળ કાળા તો કરશે જ સાથે રૂક્ષ વાળને પણ સુવાંળા બનાવી દેશે.
  • ચણાના લોટમાં દહીં મીક્ષ કરી અને વાળમાં લગાવવું, આ પેક થોડા જ દિવસોમાં સફેદ વાળને પણ કાળા કરી દેશે.
  • ત્રિફળા, લોખંડનો ભુક્કો એક-એક ચમચી લઈ તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને રાત આખી પલાળી રાખી અને બીજા દિવસે તેને વાળમાં લગાવો.
  • પેક સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ પેક પણ સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દે છે.
  • 2:3નાં પ્રમાણમાં બદામનું તેલ અને લીંબુન રસ મિક્સ કરો. તેને પોતાના વાળનાં મૂળમાં લગાવી દો. આને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી માઇલ્ડ શેમ્પૂ નાંખીને ધોઇ દો. આનાથી વાળને પોષણ મળે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024