- મોંમા ચાંદા પડવાની સમસ્યા સામાન્ય છે પરંતુ આ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે.
- મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ જાય તો બહુ બળે છે.
- પેટની ગરમીની અસર સીધી મોં પર પડે છે. ખાસ કરીને તેનું ધ્યાન ન રાખવાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
- તેના માટે ઘરગથ્થુ ઉપચાર જે આપણે વર્ષોથી વાપરતાં હોઈએ છીએ. આવા કેટલાક દાદીમાનાં ઉપાયો જાણીએ.
અજમાવો આ ઘરગથ્થુ ઉપચારો
- એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો કે તેને ખાઈ પણ શકાય.
- કપૂરમાં ખાંડ ઉમેરીને જાડી પેસ્ટ બનાવો અને તેને પ્રભાવિત જગ્યા પર લગાવો.
- આમળાની પેસ્ટ ચાંદા પર લગાવવી. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવો.
- 1 કપ પાણીમાં 2 મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી 1 મિનિટ સુધી કોગળા કરો.
- દિવસમાં બે વાર ટામેટાનો રસ પીવો કે તેના રસથી કોગળા કરવાં.
- મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવાવ માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો.
- 1 કપ મેથીને પાણીમાં ઉકાળીને ઠંડુ પડે એટલે એને ગાળી તે પાણીથી કોગળા કરવાં.
- સવારે ઉઠતાની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુંનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.
- લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ નીકાળી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. 2-3 દિવસમાં રાહત મળી જશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.