પનીર કેવી રીતે બનાવશો ઘરે ? ઘરે જ તમે પનીર ખૂબ જ સરળ રીતે પનીર બનાવી શકો છો. તેના માટે કોઈ જ લાંબી પ્રક્રિયા નથી. બનેલા પનીર થી તમે પનીર ની કોઈ પણ વાનગી બનાવી શકો છો.

પનીર બનાવા માટે દૂધ ૨ લીટર અને લીંબુ ૨ ચમચી જોશે. આટલી સામગ્રી થી ૪૦૦ ગ્રામ પનીર બનશે.

પનીર બનાવાની શરૂઆત કરતા પહેલા તપેલી માં થોડું પાણી નાખી દયો જેથી દૂધ ચોંટે નહિ. દૂધ ને મીડીયમ ફલેમ પર ઉકળવા મુકો.

દૂધ માં તર જામી ન જાય તે માટે તેને હલાવતા રહો. ૨ ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દેવું. પછી તેમાં સામગ્રી મુજબ લીંબુ ઉમેરી દેવું.

જ્યાં સુધી દૂધ ફાટી ન જાય ત્યાં સુધી ઉકળવા દેવું. ફાટેલા દૂધ ને ગાળી લેવું. દૂધ ને જાળી થઈ ગાળી લેવું. પછી પનીર ને મુલાયમ કપડાં માં વીટી લેવું અને ઉપર વજન મૂકી દેવો. એક કલાક સુધી વજન મૂકી રાખવો.

એક કલાક પછી તેને ઠંડા પાણી થી ધોઈ લેવું. તેના થી લીંબુ ની ખટાશ દૂર થઈ જશે. હવે તમે પોટલી ને ખોલી ને જોશો તો પનીર તૈયાર હશે.

હવે તમે આને ફ્રિજ માં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ખૂબ જ સરળ રીત થી પનીર તૈયાર છે.