‘ટૂ હિરો વન વોર’ ટેગલાઇન સાથે યશરાજ ફિલ્મ્સે વોરનું ઓફિશિયલ ટિઝર રિલીઝ કર્યુ છે. જેમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ એકબીજા પર જીવલેણ હુમલા કરતાં નજર આવે છે. ફક્ત 52 સેકેન્ડનાં આ ટિઝરમાં બંને જ હીરો પાવર પેક એક્શન સાથે નજર આવે છે. ફિલ્મનાં નામની જેમ જ ટીઝરમાં પણ બંને વચ્ચે જાણે યુદ્ધ છેડાયેલું હોય તેમ જોવા મળી રહ્યું છે. બંને એખબીજાનાં લોહીનાં તરસ્યા લાગે છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આદિત્ય ચોપરા આ વાતને લઇને સ્પષ્ટ છે કે ઓફિશિયલી કોઇ અનાઉન્સમેન્ટ કરતા પહેલાં ફિલ્મ અંગે કંઇ જ બહાર ન આવે. પરિયોજનાની ગોપનીયતા બની રહે તે માટે એક ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ પાછળનું ખાસ કારણ ફિલ્મ માટેની ઉત્સુકતા બની રહે તેમ છે. પ્રોડ્યુસર આજની પેઢીનાં બંને એક્શન હિરો રિતિક અને ટાઇગરને આમને-સામને લઇને ફિલ્મ બનાવી છે તે બંને હિરો અને ફિલ્મની સાર્થકતા બની રહે તેમ ઇચ્છે છે.
આ સમયમાં જ્યાં કોઇપણ જાણકારી છુપાવી રાખવી શક્ય નથી. ત્યાં યશરાજ ફિલ્મ્સે નામુમકિનને મુમકિન કરી બતાવ્યું છે. આ ફિલ્મ અંગે અત્યાર સુધીમાં કોઇજ વાત સામે આવી નથી. ફિલ્મની એકપણ તસવીર કે પોસ્ટર પણ સામે આવ્યું ન હતું. તેમને ડાઇરેક્ટ ફિલ્મનું ટિઝર જ રિલીઝ કર્યુ છે. ફિલ્મનાં ટાઇટલનું અનુમાન પણ લગાવી શકાય તેમ ન હતું.
આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ પહેલાં તેણે ‘બેંગ બેંગ’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.