Patan : પાટણ જિલ્લાના સિદ્ધપુરના ઉપલીશેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષ આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ઉપલીશેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી. જેમાં કુકર પાઇપ લાઇનમાંથી કોઈ અજાણ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જેથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મૃતદેહના કોહવાઇ ગયેલી હાલતમાં અવશેષો મળતા પાલિકાની ટીમે તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે હાલ તો મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આ લાશ કોની છે અને પાણીની પાઇપ લાઇનમાં કંઇ રીતે આવી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.