Husband
અમદાવાદ શહેરમાં પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા જ પતિએ (Husband) આપઘાત કરી લીધો. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં 13 દિવસ પહેલાં જ રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ યુવકે મરતા પહેલાં બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી.
આ પરિવારના સભ્યોએ ચેક કરતા પત્નીને પાડોશી યુવક સાથે પ્રેમ સબંધ હોવાનું બહાર આવ્યું હતું. તેથી આ મામલે મૃતકની માતાએ પોતાની પુત્રવધૂ અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, શહેરના ગીતામંદિર વિસ્તારમાં ગૌરીબહેન દેવજીભાઇ મારૂ તેમના બે સંતાન દિપક અને ભરત સાથે રહેતા હતા. જો કે, ભરતના આઠેક વર્ષ પહેલા દક્ષા સાથે લગ્ન થયા હતા. તથા અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. તેથી ભરત દુખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.
ભરતે 7 સપ્ટેમ્બરના રોજ માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા. અને કહ્યું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. પરંતુ બીજા દિવસે ઉઠતા ભરત ત્યાં હતો નહી. બાજુની રૂમમાં જોતા ભરતે આત્મહત્યા કરી લીધી હતી. આ બાદ આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તો બીજી તરફ ભરતે આપેલ પેન ડ્રાઇવ અને મોબાઇલ ફોન લઇ ચેક કર્યું હતું. જેમાં એક રેકોર્ડિંગ મળ્યું હતું. તેમાં પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હતો. મૃતક અને તેની પત્નીનો પ્રેમી બંને મિત્રો જ હતા. તેથી ભરતે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ભરતની માતાએ પુત્રવધૂ દક્ષા અને તેના પ્રેમી જીગ્નેશ સામે દુષપ્રેરણાની ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી અને મૃતકની પત્નીના પ્રેમીની અટકાયત કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.