Indian Red Cross Society

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અમદાવાદનાં સૌજન્યથી અને પાટણ રેડકોષૅ સોસાયટી દ્વારા 60 હાઈઝીન કીટ નું વિતરણ કરવાનો કાર્યક્રમ તાજેતરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આ હાઈઝીન કીટ માં (પાંચ ન્હાવાના સાબુ, પાંચ કપડા ધોવાના સાબુ, ૪ નંગ ટુટબશ, ૪ ટુથપેસ્ટ, ૨ લેઝર, ૧ બોટલ કોપરેલ, સેનેટીંગ નેપકીન) અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-પાટણ દ્વારા ૧ મોટી ડોલ, સાબુ બોકસ, કાંસકા અને મચ્છરદાની સહિત ની ચિજ વસ્તુઓ સાથે ની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણના અરવિંદ પટેલ રેડક્રોસ ભવન ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-પાટણના પ્રમુખ અને વિતરણ કાર્યક્રમના અધ્યક્ષ કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી સહિત સંસ્થાના ચેરમેન ડો.જે.કે.પટેલ, સેક્રેટરી ડો.મોનીષ શાહ, સંસ્થાના વા.ચેરમેન ડો.અરવિંદ પટેલ સેન્ટ જહોન એમ્બ્યુલન્સ ના જો.સેક્રેટરી કિરીટ ખમાર, ડો.શંકરભાઈ પટેલ, ડૉ.રાજુભાઈ આર. શાહ, મનસુખભાઈ પટેલ, પ્રવિણભાઇ ભટ્ટ, વિનોદભાઈ જોષી, હરેશભાઇ શાહ, પ્રહલાદભાઈ બારોટ, જયરામભાઈ પટેલ તેમજ ઉષાબેન બુચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024