- દિવાળી જવાની સાથે સાથે હવામાન બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. બદલાતી ઋતુમાં ઘણા લોકો શરદી, તાવ, શરીરમાં દુખાવો અને આંખમાં બળતરા જેવા રોગોથી પીડાવા લાગે છે.
- આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. આપણા આહારમાં કેટલીક ચીજોનો સમાવેશ કરીને આપણે હવામાનમાં થતા ફેરફારોને લીધે આ સમસ્યાઓનો સરળતાથી સામનો કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ બદલાતા મોસમમાં કેવો આહાર લેવો જોઈએ?
રીત :-
- સવારે નાસ્તામાં અથવા બપોરના ભોજનમાં એક બાઉલ વેજિટેબલ સૂપ પીવો. તેને બનાવવા માટે એક કપ પાલક, 3થી 4 ગાજર, થોડા ફ્રેન્ચ બીન્સ અને એક નાની ડુંગળી લો. તેને બારીક કાપો. તેમાં થોડું આદું ઉમેરો. હવે તેનો સૂપ બનાવો. તમે તેમાં કાળા મરી અને એક કે બે લવિંગ પણ નાખી શકો છો. વેજીટેબલ સૂપમાં પુષ્કળ એન્ટિ-ઓક્સિડડન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારીને આપણને સ્વસ્થ રાખે છે.
ગોળ રહેશે ફાયદાકારક :-
આમાં ઝિંક અને સેલેનિયમ જેવા એન્ટિ-ઓક્સિડન્ટ્સ સામેલ છે, જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમાં એન્ટિ-એલર્જિક પ્રોપર્ટી પણ હોય છે જેના કારણે તે શ્વાસ સંબંધિત તકલીફો માટે ખૂબ ફાયદાકારક છે. નોંધપાત્ર વાત એ છે કે, બદલાતી ઋતુમાં ખાસ કરીને અસ્થમાના દર્દીઓને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, આ ઋતુમાં અસ્થમાના દર્દીઓએ દિવસમાં એક ગોળનો ટૂકડો ચોક્કસપણે ખાવો જોઈએ.
તુલસી, લસણ અને આદું બી રહેશે ફાયદાકારક :-
આ ત્રણ આપણાં શરીરને ચેપ સામે લડવા માટે તૈયાર કરે છે. તમે આ ઋતુમાં ત્રણમાંથી કોઈ એકનું સેવન પણ કરી શકો છો. જો તમે ત્રણેય ખાઓ તો તે વધુ સારું રહેશે. તુલસીનો ઉપયોગ ચામાં કરી શકાય છે. આદુનો ઉપયોગ ચા અથવા વઘાર કરી શકાય. એ જ રીતે, તમારા દૈનિક આહારમાં લસણની એક-બે કળીઓનો ઉપયોગ કરવાથી તમે તમામ પ્રકારના રોગોથી બચી શકો છો.
ખાટાં ફળ ખાવાના ફાયદા :-
એક સામાન્ય માન્યતા છે કે ખાટાં ફળો ખાવાથી શરદી થાય છે, જ્યારે ખરેખર આ વાત ખોટી છે. મોસંબી, લીંબુ, નારંગી, આમળા, ટામેટા, જામફળ, જેવા ખાટાં ફળ પછી જો પાણી પીવામાં ન આવે તો આમાંથી કોઈપણ ફળ શરદી નથી કરતું. તેમાં રહેલું વિટામિન C રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
તાજું દહીં અથવા છાશ ખાવાથી ફાયદા :-
બદલાતી ઋતુમાં આપણી ઇમ્યૂનિટી સિસ્ટમ સારી રહે તે સૌથી અગત્યનું છે. આવી સ્થિતિમાં એ વસ્તુઓ મદદરૂપ સાબિત થઈ શકે છે જેમાં ગુડ બેક્ટેરિયા હોય. આ માટે લંચમાં તાજું અને નોર્મલ ટેમ્પરેચર પર રાખેલું દહીંનો નિયમિત સમાવેશ કરો (ફ્રિજમાં રાખેલાં દહીંનું સેવન ક્યારેય ન કરવું). જો કે, કેટલાક લોકોને દહીં ખાવાથી શરદી-કફની સમસ્યા રહે છે. તો આના લોકો દહીંની જગ્યાએ છાશ પી શકે છે.
- સવારનો તડકો ખાઓઃ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિટામિન Dની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. 20થી 30 મિનિટ સુધી દરરોજ સવારે સૂર્યની કિરણોથી તમને વિટામિન D મળી જશે.
- પૂરતી ઊંઘ મેળવી જરૂરી છે : રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘની ગેરહાજરીમાં તણાવ વધે છે, જેના કારણે શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનમાં પણ વધારો થાય છે. કોર્ટિસોલ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
- શક્ય એટલું પાણી પીવું જોઈએ : પુષ્કળ પાણી પીઓ. જેટલું વધારે પાણી પીશો શરીરના એટલાં જ ઝેરી તત્ત્વો બહાર નીકળશે અને તમે ચેપ લાગવાથી બચી શકશો. તરસ ન લાગતી હોય તેમ છતાં તમારે દરરોજ બે લીટર પાણી પીવું જ જોઇએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.