અયોધ્યા મામલો : જાણો કોણ છે 5 જજ જેમણે આજે ઐતિહાસીક ચુકાદો આપ્યો.

પોસ્ટ કેવી લાગી?

જસ્ટિસ રંજન ગોગોઈ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

સુપ્રીમ કોર્ટનાં વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ આ બેંચનાં અધ્યક્ષ છે. રંજન ગોગાઈ પૂર્વ સીજેઆઈ દિપક મિશ્રા સામે પ્રેસ કોન્ફરન્સ કરીને ખબરોમાં છવાયેલા ચાર જજોમાંનાં એક છે. તેઓ દેશનાં 46માં ચીફ જસ્ટિસ છે. 18 નવેમ્બર, 1954નાં રોજ જન્મેલા જસ્ટિસ રંજન ગોગાઈએ દિલ્હી વિશ્નવિદ્યાલયનાં સેંટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસનો અભ્યાસ કર્યો છે.

વર્ષ 1978માં ગુવાહાટી હાઇકોર્ટમાં વકીલાતની શરૂવાત કરી હતી. તેઓ 2001માં ગુવાહાટી હાઇકોર્ટનાં જજ બન્યા હતાં. જે બાદ તેઓ 12 ફેબ્રુઆરી, 2011નાં રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 2012માં તેમને સુપ્રીમ કોર્ટનાં જજ બનાવવામાં આવ્યાં હતાં. જે બાદ તેમને ચૂંટણી સુધારથી લઇને આરક્ષણ સુધાર સુધીનાં મહત્વનાં નિર્ણયોમાં સામેલ કરવામાં આવ્યાં છે.

જાટોને કેન્દ્રીય સેવાઓમાં અન્ય પછાત વર્ગોનાં દાયરામાંથી બહાર કરનારી પીઠમાં જસ્ટિસ રંજન ગોગાઈ સામેલ હતાં. જસ્ટિસ રંજન ગોગાઈએ આસમમાં ઘુસપેઠઓની ઓળખ માટે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) બનાવવાનો નિર્ણય આપ્યો હતો. સૌમ્યા મર્ડર મામલામાં બ્લોગ લખવા અંગે સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજ માર્કંડેય કાટજૂને અદાલતમાં જસ્ટિસ રંજન ગોગાઈએ તલબ કર્યું હતું. જસ્ટિસ ગોગાઈએ જેએનયૂ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર મામલામાં એસઆઈટી ગઠન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

  • જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે) આ બેન્ચમાં બીજા જજ જસ્ટિસ એસ.એ.બોબડે છે. 1978માં તેઓ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં જોડાયા હતા. ત્યારપછી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં લોની પ્રક્ટિસ કરી, 1998માં સીનિયર વકીલ બન્યા. વર્ષ 2000માં તેમણે બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ત્યારપછી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટની જજ તરીકે કમાન સંભાળી હતી. જસ્ટિસ એસ.એ.બોબડે 23 એપ્રિલ 2021માં નિવૃત્ત થશે.
  • જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે 13 મે 2016માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં આવ્યા તે પહેલાં અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઈકોર્ટમાં પણ જજ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.

જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ દુનિયાની ઘણી મોટી યૂનવર્સિટીમાં લેક્ચર આપી ચૂક્યા છે. જજ તરીકે નિયુક્ત થતા પહેલાં તેઓ દેશના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા સહિત ઘણાં મોટા કેસની પેનલમાં રહી ચૂક્યા છે.

  • જસ્ટિસ અશોક ભૂષણ જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં થયો હતો. અહીં તેઓ 1979માં યુપી બાર કાઉન્સિલમાં જોડાયા હતા. ત્યારપછી અલાહાબાદ હાઈકોર્ટમાં વકિલાતની પ્રેક્ટિસ કરી હતી. તે સિવાય તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં ઘણાં પદ સંભાળી ચૂક્યા છે અને 2001માં અહીં જ જજ તરીકે નિયુક્ત થયા. 2014માં તેઓ કેરળ હાઈકોર્ટના જજ નિમાયા અને 2015માં અહીં ચીફ જસ્ટિસ બન્યા. 13 મે 2016માં તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
  • જસ્ટિસ અશોક ભૂષણ જસ્ટિસ ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં 5 જુલાઇ 1956નાં રોજ થયો હતો. અશોક ભૂષણે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1979માં તેમને એલએલબીની ડિગ્રી લીધી હતી. અલ્હાબાદ હાઇકોર્ટમાં જ તેમણે પોતાની પ્રેક્ટિશ શરૂ કરી હતી. 2001માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં. 10 જુલાઇ 2014નાં રોજ કેરળ હાઇકોર્ટમાં તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી. 2014નાં રોજ કેરળ હાઇકોર્ટનાં ન્યાયાધીશ બની ગયા. 13 મે 2016નાં રોજ અશોક ભૂષણને સુપ્રીમ કોર્ટનાં જજ નિયુક્ત કરવામાં આવ્યાં.
  • જસ્ટિસ અબ્દુલ નઝીર અયોધ્યા મામલે બેન્ચમાં સામેલ જસ્ટિસ અબ્દુલ નઝીરે 1983માં વકીલાત શરૂ કરી હતી. તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ત્યારપછી ત્યાંજ એડિશનલ જજ અને પરમેનેન્ટ જજનો કાર્યભાર સંભાળ્યો. 17 ફેબ્રુઆરી 2017માં તેમણે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

સુપ્રીમ કોર્ટ તરફથી પહેલાં આ ઐતિહાસિક કેસમાં મધ્યસ્થતીનો રસ્તો અપનાવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે પેનલને સફળતા ન મળી. ત્યારપછી 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં રોજ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે સપ્તાહમાં પાંચ દિવસ આ કેસની સુનાવણી કરી અને છેલ્લા અમુક દિવસોમાં સુનાવણીમાં એક કલાક પણ વધારી દેવામાં આવ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan Top 10 Most Viral Pics Of Cristiano Ronaldo