PM Swanidhi Yojana દ્વારા રેકડી-લારીવાળાને મળશે 10 હજાર રૂપિયાની મદદ,જાણો વિગત

PM Swanidhi Yojana
- Advertisement -

This browser does not support the video element.

PM Swanidhi Yojana

  • લોકડાઉનના કારણે જે લોકોને સૌથી મોટી આર્થિક મુશ્કેલીઓ પડી રહી હોય તો તે આ રસ્તા પર ઠેલો અને લારી લગાવનાર વ્યક્તિઓ છે.
  • તો રસ્તા પર રેકડી અને લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા અનેક લોકોને સરકારની લોન સ્કીમ (Govt Started Loan Scheme For Street Vendors) શરૂ થતા મોટી સહાય થશે.
  • આ સ્કીમનું નામ PM Swanidhi Yojana (પીએમ સ્વનિધિ યોજના) છે.
  • આ લોન રસ્તા કિનારે, રેકડી, લારી, ઠેલા જેવી નાની દુકાનો ચલાવનારાને આપવામાં આવશે.
  • શાક, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનોને પણ આ શ્રેણીમાં જોડવામાં આવી છે.
  • અને તેને ચલાવનાર પણ આ લોન લઇ શકે છે.
  • તેમજ આ સ્કીમની મદદથી રેકડી અને લારી તથા નાની દુકાન ચલવનારને સસ્તા દરે લોન આપશે.
  • સરકારે સ્ટ્રીટ વેન્ડરોની મદદ કરવા માટે આ સ્કીમ (Govt Started Loan Scheme For Street Vendors) માટે 5000 કરોડ રૂપિયાની રાશિ રાખી છે. જે કોઇ કડક શરત નહીં હોય.
  • PM Swanidhi Yojana (પીએમ સ્વનિધિ યોજના) હેઠળ તમે વધુમાં વધુ 10 હજાર રૂપિયાની લોન મળશે.
  • જે તમને નવો વેપાર શરૂ કરવામાં મદદ કરશે. સાથે જ તે તમને સરળ શરતો પર આપવામાં આવશે.
  • આ એક રીતની અનસિક્યોર્ડ લોન છે. આ સાથે જ તમને વ્યાજમાં પણ ખાસ છૂટ આપવામાં આવશે.
  • તેથી તમે દેવાની ચૂકવણી સરળતાથી કરી શકો.
  • સરકાર માને છે કે આ સ્ક્રીમથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો મળશે.
  • તથા આ સ્કીમથી દુકાનદારને એક રીતની મદદ મળશે જે લોકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે.
  • સામાન્ય રીતે આટલી નાની રકમ માટે પણ ગરીબો ખોટા દેવાદારોના હાથમાં પડી જતા હોય છે.
  • જે નાની રકમના નામે મોટું વ્યાજ લે છે. ત્યારે નાની લોનમાં લોકોને મુશ્કેલીઓ સરળ કરવા માટે આ પ્રયાસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
  • PM Swanidhi Yojana (પીએમ સ્વનિધિ યોજના) નો લાભ લેવા માટે નીચે મુજબ કાર્યવાહી કરવી।
  • સૌથી પહેલા આવેદન ભરનારે સ્કીમની અધિકારીક વેબસાઇટ http://pmsvanidhi.mohua.gov.in/ પર જવાનું રહેશે.
  • આ પછી કૉમ્પ્યૂટર સ્કીનની હોમ પેજ ખુલશે. આ હોમ પેજ પર પ્લાનિંગ ટૂ એપ્લાય ફોર લોન નજરે પડશે.
  • તેમાં 3 સ્ટેપ છે તેને ધ્યાનથી વાંચો અને વ્યૂ મોર પર ક્લિક કરો.
  • તમને અહીં તમામ નિયમો અને શરતો વાંચી શકશો.
  • આ પેજ પર તમારે વ્યૂ/ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે.
  • પહેલા પોઇન્ટની નીચે બ્લુ રંગની હાઇલાઇટ છે.
  • ત્યાં ક્લિક કરતા તમારી સામે સ્વનિધિ સ્કીમનું ફોર્મ ખુલશે.
  • અને ફાઇલ પીડીએફ ફોર્મેટમાં હશે.
  • એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ફોર્મમાં પૂછવામાં આવેલી જાણકારી ભરો.
  • તથા જાણકારી ભરે એપ્લીકેશનની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અટેચ કરો.
  • તેમજ એપ્લીકેશન ફોર્મને અધિકૃત સંસ્થાઓમાં જઇને જમા કરાવો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow