iKhedut Portal : ચાલુ વર્ષમાં બટાટાના ભાવ ઉત્પાદન ખર્ચથી ઓછા હોઈ રાજ્યમાં લાલ ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતો માટે સરકારે રૂ.330 કરોડનું સહાય પેકેજ મંજુર કર્યું છે. આ પેકેજ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.06.04.2023 થી તા.30.04.2023 સુધી અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો વી.સી.ઈ.(ઈ-ગ્રામ) ગ્રામ પંચાયત. જન સેવા કેન્દ્રો મારફતે ઓનલાઈન અરજી ઘર આંગણે જ કરી શકશે
બટાટા પકવતા ખેડૂતોએ સહાયનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી | iKhedut
આ સંબધમાં નાયબ બાગાયત નિયામક, પાટણએ જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લાના જે ખેડૂતોએ વર્ષઃ 2023માં તા.01 ફેબ્રુઆરીથી તા.31 માર્ચ દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટાનો સંગ્રહ કર્યો હોય તેવા ખેડૂતોને પ્રતિ કિલો રૂ.1/- લેખે એક કટ્ટા દીઠ રૂ.50/- અને વધારેમાં વધારે ખેડૂત દીઠ 600 કટ્ટા (300 ક્વિન્ટલ) માટે રૂ.30/- હજારની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે. પ્રોસેસીંગ જાત અને બિયારણ માટેના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુક્યા હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (iKhedut Portal) પર તા.06.04.2023 થી તા.30.04.2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ તેની પ્રિન્ટ કાઢીને સહી કરી તેની સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે 7/12, 8–અ ની નકલ, કોલ્ડ સ્ટોરેજમાં મુકેલ બટાટાની વિગતોમાં કોલ્ડ સ્ટોરેજમાં બટાટા મુક્યાની પાવતી, રજીસ્ટરની વિગત તથા સ્ટોક ખરાઈનું પ્રમાણપત્ર, તલાટી-કમ-મંત્રીનો બટાટાના વાવેતરનો દાખલો, આધારકાર્ડની નકલ, આધારનંબર લીંક કરેલી હોઈ તેવા બેંક ખાતાની પાસબુક, કેન્સલ ચેકની નકલ સાથે અરજી કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, 335-336, તિરૂપતી માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ ખાતે જમા કરવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.
ખાવાના બટાટા ઉત્પાદન કરતાં ખેડૂતોએ એ.પી.એમ.સી.માં વેચાણ કરેલ હોય તો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી પુરતા સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાની જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે અરજી પહોંચતી કરવાની રહેશે. ખાવાના બટાટા અન્ય રાજ્યોમાં નિકાસ કરેલ હોય તો વાહતુક સહાય માટે તા.06.04.2023 થી 31.05.2023 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી તેની પ્રિન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાધીનગર મોકલી આપવાની રહેશે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans