Nitin Patel

Illegal railway software

રેલવે સોફ્ટવેર દ્વારા ગેરકાયદેસર ટિકિટ બુકિંગ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. રેલવે પ્રોટેકશન ફોર્સે આ ગેરકાયદે સોફટવેર (Illegal railway software) રિયલ મેંગો દ્વારા ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેલવેને મળેલી માહિતી મુજબ આ સોફટવેરનો ઉપયોગ મધ્ય રેલવે, પૂર્વ રેલવે અને પશ્ચિમ રેલવેમાં થઇ રહ્યો હતો. રિયલ મેંગો સોફ્ટવેર રેલવે રિઝર્વેશન સિસ્ટમના વી-૩ અને વી-૨ કેપ્ચાને બાયપાસ કરી રહ્યું હતું.

આ પણ જુઓ : Indian Railway સ્લીપર અને જનરલ કોચને AC કોચમાં અપગ્રેડ કરશે

એટલું જ નહીં આ સોફ્ટવેર મોબાઇલ એપની મદદથી બેંક ઓટીપીને સિંક્રોનાઇઝ કરી અપેક્ષિત રીતે ઓટોમેટિકલી ફિડ કરી દેતું હતું. સોફ્ટવેર રેલવેના સર્વરમાં યાત્રીઓના નામ, ઉંમર અને પેમેન્ટ ડિટેલ પણ ઓટોમેટિક ભરી દેતું હતું. આ સોફ્ટવેર આઇઆરસીટીસીના અનેક આઇડી દ્વારા આઇઆરસીટીસીની વેબસાઇટ પર લોગ ઇન કરવામાં સક્ષમ હતું.

આ પણ જુઓ : Corona Vaccine : ભારતીય મહિલા વૈજ્ઞાનિકે કોરોના રસી તૈયાર કરી

આરપીએફના ડીજી અરૂણકુમારે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કૌભાંડમાં પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ગુજરાતમાંથી 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 50 લોકોમાં સોફ્ટવેરનો સિસ્ટમ ડેવલોપર પણ સામેલ છે. આ સાથે જ પાંચ લાખ રૂપિયાથી વધુ મૂલ્યની ગેરકાયદે ટિકિટ પણ બ્લોક કરી દેવામાં આવી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024