important-steps-taken-by-the-central-government

ટેક્સ ડિપાર્ટમેન્ટનાં કાનૂની વિવાદો દુર કરવા કેન્દ્ર સરકારે લીધુ મહત્વનું પગલું જાણો વિગત વાર.

Important steps taken by the Central Government

નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકારે ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અદાલતોમાં અપીલ દાખલ કરવાનાં મામલે નાણાકીય સીમાઓ વધારવાનો નિર્ણય કર્યો છે. જેમાં કાનુની વિવાદમાં ફસાયેલી ટેક્સ અમાઉન્ટ 5,600 કરોડ રૂપિયા ઘટી જશે. આ અંતર્ગત હવે ઓછામાં ઓછા 20 લાખ રૂપિયા અથવા તેનાથી વધારેનાં કર વિવાદોને જ અપીલેટ ટ્રાઇબ્યૂનલ્સમાં લાવવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે માર્ચ 2017 સુધીનાં આંકડાઓ પ્રમાણે સુપ્રીમ કૉર્ટ અને વિભિન્ન ટ્રાઇબ્યૂનલ્સમાં કાયદાકીય વિવાદોમાં કુલ 7.6 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ ફસાયેલી છે. સરકારે એવી કર રકમોની મર્યાદા વધારી દીધી છે જેને કાયદાકીય રીતે પડકારી શકાય છે. પહેલાની સ્થિતિ પ્રમાણે ટેક્સ ડિપાર્ટમેન્ટ સુપ્રીમ કૉર્ટમાં 25 લાખ રૂપિયાથી વધારે રકમનાં કેસને જ લઇ જઇ શકતુ હતુ જેની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

આ જ પ્રમાણે હાઈકૉર્ટનાં કેસમાં આ રકમ 20 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયાની કરવામાં આવી છે. ગોયલે કહ્યું કે આ મર્યાદા વધારવાનાં કારણે ઇન્કમટેક્સ વિભાગનાં કાનૂની મામલાઓની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024