સુરત: ઇમરાન ગડ્ડી દ્વારા તલવાર-ચપ્પુ વડે ત્રણ યુવકોની હત્યાનો પ્રયાસ.
- સુરતના ઉન વિસ્તારમાં આવેલ તિરૂપતીનગર નજીક વિધાયત નગરમાં રહેતો બેકાર યુવાન શાહરૂખ ફારૂખ ખાન ગઈ રાત્રે તેના મિત્ર અબ્દુલ ગફાર, અફસર ફારૂખ શેખ, ઇક્બાલ હેદરઅલી અને શાહરૂખ હેદરઅલી ખાન સાથે ઘર નજીક ગોસીયા મસ્જિદ પાસે બેઠા હતા.
- ત્યારે તે જ વિસ્તારમાં રહેતા ઇમરાન ગડ્ડી, રફીક મંતોડી અને ઇમરાન બુડાવ જૂના ઝગડાની આડમાં મોહસિન કે.કે નામના યુવાનને ખુલ્લા મેદાનમાં લઇ જઇ માર મારતા હતા જેથી મોહસિન બચવા માટે ભાગ્યો હતો.
- મોહસિન સ્થાનિક વિસ્તારની ગલીમાં ઘુસી જતા ઇમરાન ગડ્ડી અને તેના મિત્રો મોહસીનને શોધતા-શોધતા તિરૂપતિ નગર આવ્યા હતા.
- ત્યાં બેઠેલા શાહરૂખ અને તેના મિત્રો ને ઇમરાન ગડ્ડીએ મોહસીન ક્યાં છુપાયો છે એમ કહી ગાળો આપી હતી.
- શાહરૂખ અને તેના મિત્રોએ ગાળ નહિ આપવાનું કહેતા ઇમરાન અને તેના મિત્રોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
- તેમાં અબ્દુલ ગફારને પેટના ભાગે તલવાર અને જાંઘમાં ચપ્પુ માર્યુ હતું.
- ઇકબાલ હેદરઅલી ખાનને ડાબા પગની જાંઘમાં તલવાર અને ચપ્પુ માર્યુ હતું.
- ત્યારબાદ શાહરૂખ અને અફસર ફારૂખ શેખ તમને બચવા જતા તેમની પર પણ તલવાર અને ચપ્પુ વડે હુમલોકર્યો હોવાથી ડાબા હાથની આંગળી અને પીઠમાં ઇજા થઇ હતી.
- ત્યારબાદ તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
- સચિન જીઆઇડીસી પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇમરાન ગડ્ડી અને તેના મિત્રો ઇમરાન બુડાવ અને રફીક મંતોડી દ્વારા હત્યાના પ્રયાસ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો.
- ઇમરાન ગડ્ડીએ તલાવર અને ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ થઇ ગયો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News