• ન્યુઝિલેન્ડના ઓકલેન્ડમાં રહેતી 27 વર્ષીય યુવતી સિમોન એન્ડરસને દુનિયાભરના છાપાઓના ફેશન એન્ડ ગ્રૂમિંગ પેજની હેડલાઈન બની ગઈ છે. કારણ કે તેને 11 મહિનામાં 92 કિલો વજન ઉતાર્યું છે.
 • હા તમે એકદમ બરાબર વાંચ્યું સિમોને માત્ર 11 મહિનામાં જ 92 કિલો વજન ઘટાડ્યું છે. સિમોને ડોક્યુમેન્ટલ દાવા સાથે સઘળી હકકીત પોતાના સોસિશયલ મીડિયા એકાઉન્ટ પર મુકી છે.
 • જોકે તેણે જણાવ્યું હતું કે ભલે હવે બધાં તેના આ લૂકના વખાણ કરતાં હોય પરંતુ વેઈટ લોસની પ્રોસેસ તેના માટે ખુબજ પીડાદાયક હતી.
 • તેને જણાવ્યું હતું કે, ‘હું 23 વર્ષની હતી ત્યારે મારું વજન 169 કિલો થઈ ગયું હતું જે બાદ મને થયું કે હવે ગમે તે થાય મારે મારી લાઇફ સ્ટાઇલ બદલવી પડશે અને પછી મેં તે ચેલેન્જને સ્વીકારી લીધી હતી.
 • જોકે આ જેટલું સરળ લાગે એટલું સહેલુ નથી. તેણે જણાવ્યું હતું કે, 23 વર્ષની હતી ત્યારે જ મેં રોજના એક કલાકની એક્સર્સાઈઝ શરૂ કરી દીધી હતી.
 • જે બાદ થોડા મહિના આ એક્સર્સાઇઝ કર્યા બાદ મેં ગેસ્ટ્રિક સ્લીવ સર્જરી કરાવી જેમાં તેઓ તમારા પેટ પરની એક્સેસિવ ચરબીને દૂર કરે છે અને આ સર્જરીમાં તમારા પેટના ઘેરાવાના આધારે 60-90 ટકા જેટલી ચરબી દૂર થાય છે. જોકે આ સર્જરી મારા માટે લાઈફ સેવર હતી કેમ કે તેના વગર તો જે હું તમારી સામે છું તે હોઈ જ ના શકત.
 • તેને વધુમાં જણાવ્યું હતું કે, ‘શરૂઆતમાં મેં ચાલવાનું અને સ્વિમિંગ શરૂ કર્યું હતું જેનાથી મારું વજન ધીમે ધીમે ઓછું થયું હતું. ત્યાર બાદ મારી સ્ટ્રેન્થ વધતા મેં જીમ જવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ મેં દરેક જાતનું પ્રોસેસ ફૂડ ખાવાનું પણ બંધ કરીને ફક્ત અને ફક્ત હેલ્ધી ફૂડ જ ખાવાનું નક્કી કર્યું હતું.
 • જોકે હું કંઈ આ બધાં નિયમ પાળવામાં પરફેક્ટ નહોતી. મને સતત મીઠું ખાવાનું મન થતું હતું અને તેના માટે જેલી ખાતી હતી.
s
 • મેં મારી એક્સર્સાઇઝ વધારી અને હવે પ્રત્યેક દિવસે 1-2 કલાક જીમમાં ગાળવા લાગી હતી. પરંતુ આ રિક્વરી લાગે છે તેટલી સહેલી નહોતી.
 • ઓપરેશનથી અને એક્સર્સાઇઝથી ધાર્યા કરતા વધુ ફાયદો મળ્યો પણ બીજો એક પ્રોબ્લેમ થયો એક્સેસ સ્કીનનો એટલે તે પહેલાના વધુ જાડા શરીરમાંથી ચરબીનો મોટોભાગ એક સાથે ઓછો થતાં શરીરની વધારાની ચામડી શિથીલ થતાં લબડતી હતી જે વધુ ખરાબ લાગતી હતી.
 • આજ કારણે હવે મારે મેમથ ઓપરેશન કરાવવું પડ્યું જેમાં વધારાની ચામડીને દૂર કરવામાં આવી હતી. જોકે રિક્વરી સહેલી નહોતી. હું મારે બ્રેસ્ટ લિફ્ટિંગ અને ઓગમેન્ટેશનની સાથે ટમી ટક અને બ્રાલાઇન બેકલિફ્ટ કરાવવાની પણ જરૂર હતી જે મેં અમેરિકા જઈ ડો. રીચર પાસે કરાવી હતી.
 • જેનું પરિણામ અત્યારે તમે સામે જોઈ શકો છો. જોકે ઓપરેશન બાદના થોડા દિવસો ખૂબ જ ખરાબ હતા. પેઇન એટલું થતું હતું કે મને લાગ્યું કે હું જેવી હતી તેવી જ રહી હોત તો સારું હતું.
 • જોકે હવે તો રેગ્યુલર લાઈફ જીવતી અને દરરોજ જીમિંગ કરતી સિમોન ફરી એકવાર અમેરિકા જઈ પોતાના શરીના નીચેના હાફ પાર્ટની વધારાની ચામડીને દૂર કરવાનું ઓપરેશન કરાવશે.
 • સિમોને જણાવ્યું હતું કે, મારા ટમી અને બ્રેસ્ટ પર હજુ પણ કેટલીક એક્સેસિવ સ્કિન છે પરંતુ હાલ તો આ ઓપેરશન મારા બટ અને થાઈ પર રહેલી વધારાની સ્કિનને દૂર કરવાનું જ છે.
 • આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે પોતે જે કલ્પના પણ નહોતી કરી શકતી તેટલો મોટો ચેન્જ તેના અપીરિઅન્સમાં આવ્યો છે. આ મારા માટે કદાચ મારી વેઈટ લોસ જર્નીની સૌથી છેલ્લી સર્જરી હશે.
 • જોકે મારા બોડીને પરફેક્ટ રાખવાની આ યાત્રા કાયમ ચાલુ જ રહેશે પરંતુ આ ઓપરેશનથી મારા કપડાં પાછળ છુપાવતી મારી વધારાની ચામડીથી હવે મને છૂટકારો મળશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.