• જયારે આપણે એસી રૂમમાં હોઈએ એટલે બારી-બારણાં બંધ જ હોય કારણકે તો જ તો રૂમ ઠંડો થાય. આવામાં આપણને બહારની તાજી હવા નથી મળતી જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તાજી હવાના અભાવે આખો વખત થાક લાગ્યા કરે. એસી ડક્ટ સાફ ન કર્યું હોય તો શ્વાસ સંબંધિત બીમારીઓ અને ફેફસામાં ઈન્ફેક્શન થઈ શકે છે.
  • ઉનાળામાં ગરમીના કારણે જ્યારે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરે ત્યારે પંખા કે કૂલર પણ રાહત નથી આપતા. હાલમા તો મોટાભાગની ઓફિસ સેન્ટ્રલ એસી હોય છે એટલે આખો દિવસ ઓફિસમાં તો ગરમી ના લાગે પરંતુ બહાર નીકળીએ તો ખબર પડે. દિવસ આખો ઓફિસમાં એસી અને રાત્રે ઘરે આવીને એસીમાં ઊંઘવાનું હોય ત્યારે ગરમીથી તો રાહત મળે છે પરંતુ આના કારણે સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
  • એસીમાં તમે સતત બેસો ત્યારે સતત પાણી પીતા રહેવું જોઈએ. ઓફિસમાં વચ્ચે-વચ્ચે ઊભા થઈને એસીના બદલે જ્યાં તાજી હવા મેળવી શકો તેવી જગ્યાએ જવાનું રાખો. ઓફિસ બાદ સાંજે અથવા તો ઓફિસ જતાં પહેલા સવારે ગાર્ડનમાં ચાલવા જવુ જોઈએ જેથી જરૂરી ઓક્સિજન મળી રહે.
  • એર કંડિશનર હવામાંથી ભેજ શોષી લે છે એટલું જ નહીં સ્કિન અને વાળમાંથી પણ ભેજ શોષે છે. જેના કારણે સ્કિન અને વાળ ડ્રાય થઈ જાય છે. ત્વચામાં કરચલીઓ પડે છે સાથે જ સ્કિન સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થવાની શક્યતાઓ રહે છે.
  • ઘરે આપણે ઘણી વાર ઊંઘતા હોઈએ ત્યારે એસીના લીધે રૂમ એકદમ ઠંડો થઈ જાય છે. સ્લીપ મોડ ઓન કરવાનું ભૂલી જવાય તો ઘણી વાર સહન ન થાય એટલી હદે ઠંડી વધી જાય છે. વધારે ઠંડકના કારણે માથામાં અને પીઠમાં દુખાવો થાય છે. જરૂર કરતાં વધારે ઠંડીના લીધે સાંધામાં દુખાવો થઈ શકે છે જે ધીમે-ધીમે સંધિવાને આમંત્રણ આપે છે.
  • ગરમીના કારણે ઘણીવાર તમે તમે ઓફિસમાં તો એસી બંધ નથી કરી શકતા પરંતુ આની ટેવ ના પાડો. ઘરમાં ઓછામાં ઓછો એસીનો ઉપયોગ કરો અને નોર્મલ તાપમાનમાં રહેવાનો પ્રયાસ કરો. એસીમાં બેસતા હો તો વારંવાર સ્કિન પર મોઈશ્ચરાઈઝર લગાવવું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.