Maharashtra
મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજ્ય સરકારે કોરોના સંક્રમણના વધતા કેસને જોતા પ્રદેશમાં ખુલ્લી બીડી અને સિગારેટ વેચવા પર રોક લગાવી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 34 હજાર 761 લોકોના મોત નીપજ્યા છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી સર્કયુલર અનુસાર જે દુકાન ખુલ્લી બીડી અથવા સિગારેટ વેચતા જોવા મળ્યા, તેની પર પોલીસ અને નગર પાલિકાની ટીમ કાર્યવાહી કરી શકશે.
આ પણ જુઓ : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ, અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર કાયદા હેઠળ બીડી-સિગારેટ સહિત તમામ તંબાકુ યુક્ત ઉત્પાદોના પેકેટ પર સ્વાસ્થ્ય ચેતવણી લખવી આવશ્યક છે. પરંતુ જ્યારે લોકો ખુલ્લામાં એક સિગારેટ અથવા બીડી લે છે તો આ ચેતવણી જોઈ શકતા નથી. તેથી સરકારે ખુલ્લી બીડી-સિગારેટના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.