Mann Ki Baat
- PM નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમ મારફતે દેશને સંબોધિત કર્યો હતો.
- તેમણે શરૂઆતમાં કહ્યું કે, શું આ બધી આપદાઓના કારણે 2020ને ખરાબ માની લેવું જોઈએ?.
- એક વર્ષમાં એક મુશ્કેલી આવે કે હજાર એનાથી એ વર્ષ ખરાબ ન થઈ જાય.
- લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોવા વાળાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
- લદ્દાખમાં જે 20 જવાન શહીદ થયા છે તેમને આખો દેશ નમન કરે છે.
- આ સાથીઓના પરિવારના જેમ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દુઃખ અનુભવી રહ્યા છે.
- લદાખમાં થયેલા સંઘર્ષ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો આંખમાં આંખ નાખીને પડકાર આપતા પણ જાણે છે.
- PM મોદીએ કહ્યું કે, આપણા તમામ પ્રયાસ એ દિશામાં હોવા જોઈએ જેનાથી સરહદોની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આજ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે.
- PM મોદીએ ‘મન કી બાત’ (Mann Ki Baat) માં એમ પણ કહ્યુ કે, દેશસેવાના સ્કોપ પર ફીલ્ડમાં થાય છે.
- લોકોને દેશને મજબૂત બનાવા માટે કામ કરવું જોઇએ.
- કોરોના સંકટ કાળમાં દેશ લોકડાઉનથી બહાર નીકળી આવ્યા છે.
- અનલોકમાં કોરોનાને હરાવવાનું અને અર્થતંત્રને મજબૂત બનાવા પર જોર આપવાનું છે.
- મોદીએ માસ્કર પહેરવાની, બે ગજના અંતરનું પાલન કરવાનું કહ્યું.
- મોદીએ સ્પેસ સેકટરને સુધારવાનો ઉલ્લેખ કર્યો. કહ્યું કે તેનાથી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ મળશે.
- PM મોદીએ કહ્યું કે થોડા દિવસ અગાઉ દેશના પૂર્વીય ભાગમાં Cyclone Amphan આવ્યું તો પશ્વિમ ભાગમાં Cyclone Nisarg આવ્યું.
- કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઇઓ-બહેનો તીડના હુમલાથી પરેશાન છે.
- તો દેશના અનેક હિસ્સામાં ભૂકંપ આવી રહ્યા છે.
- આ બધાની વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્ધારા જે થઇ રહ્યું છે તેની સામે પણ દેશ લડી રહ્યો છે.
- આ વર્ષે દેશ નવા લક્ષ્યો પ્રાપ્ત કરશે. નવી ઉડાણ ભરશે, નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશે.
- વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, મને 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર વિશ્વાસ છે. આ દેશની મહાન પરંપરા પર પણ વિશ્વાસ છે.
- PM મોદીએ કહ્યું કે ગણેશ ચતુર્થી પર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવાની કોશિષ કરવી જોઇએ જેથી કરીને નદીમાં સંકટ ઉભું ના થાય.
- મોનસૂન પર PM મોદીએ કહ્યું કે આ વખતે સારા વરસાદની આશા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News