Mann Ki Baat

  • PM નરેન્દ્ર મોદી આજે 67મી વખત મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધી રહ્યા છે.
  • સૌ પ્રથમ તેમણે કારગિલ યુદ્ધના 21 વર્ષ પુરા થવા અંગે આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે મન કી બાત (Mann Ki Baat) ના માધ્યમથી દેશવાસીઓ સાથે કોરોના વાયરસના વધી રહેલા ખતરા વિશે વાત કરી.
  • મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાનો ખતરો ટળ્યો નથી.
  • અનેક સ્થળો પર તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
  • તેઓએ કહ્યું કે, આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે.
  • પીએમ મોદીએ આ દરમિયાન દેશવાસીઓની સરાહના કરી, જેમના પ્રયાસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશોથી સારો રહ્યો છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર પણ ઘણો ઓછો છે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચહેરા પ માસ્ક પહેરવો કે કપડું બાંધવું, બે મીટરનું અંતર રાખવું, સતત હાથ ધોવા, ક્યાંય પણ થૂંકવું નહીં, સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવું- આ આપણા હથિયાર છે જેનાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ.
  • PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપ સૌને માસ્ક પહેરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો હોય તો આપણે તે ડૉક્ટર, તે નર્સોને યાદ કરવા જોઈએ
  • જે માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા સૌના જીવનને બચાવવામાં પ્રયત્નશીલ રહે છે.
  • PM નરેન્દ્ર મોદીએ Mann Ki Baat માં જણાવ્યું કે, છેલ્લા ઘણા મહિનામાં આપણા દેશે જે રીતે કોરોનાનો સામનો કર્યો છે, તે પ્રશંસનીય છે.
  • આજે આપણા અહીયા કોરોનાથી મૃત્યુદર દુનિયાના અન્ય દેશો કરતા ઘણો ઓછો છે.
  • એક પણ વ્યક્તિનું મોત દુઃખદ છે. પણ આપણે લોકોના મોત અટકાવ્યા છે.
  • કોરોના આજે પણ એટલો ઘાતકી છે, જેટલો શરૂઆતમાં હતો.
  • તેમજ વધુમાં જણાવ્યું કે, ચહેરા પર માસ્ક બે ગજનું અતર, ક્યાં થૂંકવું નહીં,આ વાતનું ધ્યાન રાખવાનું છે.
  • આ જ આપણને કોરોનાથી બચાવી શકે છે.
  • ક્યારેક ક્યારેક માસ્કથી આપણને તકલીફ થાય છે. એ વખતે કોરોના વોરિયર્સને યાદ કરો.
  • તે કલાકો સુધી કીટ પહેરી રાખે છે.
  • એક બાજુ આપણે કોરોનાથી લડવાનું છે, બીજી બાજુ વ્યવસાયને ઊંચાઈ પર લઈ જવાનો છે.
  • વડાપ્રધાને આ ઉપરાંત કહ્યું કે, હવે લડાઈ માત્ર સરહદ પર જ નથી લડવામાં આવી રહી.
  • દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લડવામાં આવી રહી છે.
  • ક્યારેક આપણે એ વાતને પણ સમજ્યા વગર સોશિયલ મીડિયા પર એવી બાબતોને પ્રોત્સાહન આપી દઈએ છીએ કે આપણા દેશને ખૂબ નુકસાન કરી શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024