Patan News : સરસ્વતી તાલુકાના ઘચેલી ગામે વાલ્મીકિ દંપતી વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં બંને જણા વચ્ચે તકરાર સર્જાતાં ત્રણ વાર છૂટાછેડા લીધા અને ત્રણ વાર લગ્નગ્રંથિથી જોડાયા હતા પણ દાંપત્ય જીવનમાં શાંતિ ન રહેતા અને ચોથી વાર છૂટાછેડા લેવા માટે મહિલાએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસની બીકે યુવાન ઘર છોડી નાશી છૂટ્યો છે. યુવાનના માતા પિતા દીકરાને શોધી કાઢવા માટે સરસ્વતી પોલીસ મથકે રાવ ફરિયાદ કરી રહ્યા છે.
સરસ્વતી તાલુકાના ઘચેલી ગામે રહેતા તોભનભાઈ કેવાભાઈ વાલ્મિકીના લગ્ન ચાર વર્ષ અગાઉ પાલનપુરના આગણવાડા ગામે પૂજાબેન સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. ત્યારે લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે તકરાર સર્જાતાં થતી રહેતી હતી તેને લઈ છૂટાછેડા લેતા અને ફરીથી પાછા એ જ મહિલા સાથે લગ્ન કરતાં તેવું ત્રણ વાર છૂટાછેડા લીધા હતા. ત્રણવાર ફરીથી મહિલા સાથે લગ્ન કર્યા હતા. ચોથી વાર ફરીથી બંનેનો લગ્નજીવન છુટાછેડા ઉપર આવ્યું છે.
મહિલાએ પતિ સામે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસની બીકના મારે સોમવારથી યુવાન ઘરેથી નાસી છૂટ્યો છે. તેની ફરિયાદ લઈ યુવાનના માતા પિતા સરસ્વતી પોલીસ મથકે આવ્યા હતા અને તેમના દીકરાની વહુ હેરાન પરેશાન કરે છે તેના કારણે અગાઉ દીકરાએ ફિનાઇલ પીધું હતું અને મોતના મોલમાંથી પાછો આવ્યો હતો. ફરી કોઈ પગલું ના ભરી લે માટે પોલીસને શોધી કાઢવા રજૂઆત કરી હતી. આ અંગે કેવાભાઈ વાલ્મિકી સરસ્વતી પોલીસ મથકે આપેલ અરજી આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.