પાટણ.
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, પ્રખર રાષ્ટ્રભક્ત, ભારત રત્ન અને પ્રજાવત્સલ રાજપુરૂષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને રાજ્યભરમાં એકતા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર સાહેબને સન્માનપૂર્વક આદર અને અંજલિ આપવામાં આવી રહી છે .
એકતા રથયાત્રાના ચોથા દિવસે હારીજ તાલુકાના દસગામો જાસ્કા, સરવાલ, ચાબખા, એકલવા, કુંભાણા, ખાખલ, જસવંતપુરા, રૂગનાથપુરા, કાતરા ગામોમાં રથનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાઠી ગામમાં રથ યાત્રાનું બાળાઓ દ્વારા મંગળ આરતી ઉતારવામાં આવી અને ફુલહાર કરી ગ્રામજનોએ લાવો લીધો હતો.
જયારે સ્કૂલના મેદાનમાં ખેડૂત શિબીર, સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગલા-રંગલી દ્વારા સ્વચ્છતા, બેટી બચાવો, કુટેવો, વૃક્ષ બચાવો, પાણી બચાવો જેવા સનેડા દ્વારા સરકારનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો..
આ કાર્યક્રમમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીએ પ્રાસંગીક પ્રવચનમાં સરદાર વલ્લભભાઇ પટેલની કુશળ વિરલ વ્યક્તિ તરીકે તેમની લોકપ્રિયતા અને તેમની આઝાદીની લડતના પ્રસંગો યાદ કર્યા હતા. આ યાત્રામાં આત્માના એસ.કે.પટેલ, ખેતીવાડીની યોજનાઓ પાણીની બચત અને સરકાર તરફથી મળતી સબસીડીની વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે સંગઠનના માનસિંહ ચૌધરીએ સરદાર સાહેબની રાષ્ટ્રભકતી પ્રજાવાત્સલ્યના ગુણોની ઝાંખી કરાવી ૩૧ ઓકટોબરે થનાર કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપી હતી.
આ રથયાત્રામાં આંગણવાડી કાર્યકરો, આશા બહેનો, આરોગ્યના કર્મચારીઓ, તાલુકાના કર્મચારીઓ, સંગઠનના કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને એકતાના શપથ લીધા હતા. કાર્યક્રમનું સંચાલન રતિભાઇ ચૌહાણે કર્યું હતું.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“