Dahod District Congress Office

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તારીખ ૨૬ મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૩૦ કલાકે દાહોદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી.

જેમા વાલ્મીકિ સમાજના એક સફાઈ કામદાર ઘીરજભાઇ સનાભાઇ સોલંકીના વરદહસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યુ હતું અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય વજેસિંગ પણદા, જિલ્લા પંચાયત સભ્ય કિરીટભાઈ પટેલ, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.