Elections

Elections

ઉત્તર પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી (Elections) માટે ભાજપના 8, સપા અને બસપાના એક-એક ઉમેદવાર સામેલ છે. ભાજપમાંથી અરૂણ સિંહ, બૃજલાલ, હરદીપ સિંહ પુરી, નીરજ શેખર, ગીતા શાક્ય, હરિદ્વાર દુબે, બીએલ વર્મા અને સીમા દ્વિવેદી, સમાજવાદી પાર્ટીમાંથી ડો. રામગોપાલ યાદવ અને બપસામાંથી રામજી ગૌતમ રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. 

આગામી 25 નવેમ્બર સુધી ભાજપના 3 સાંસદોનો કાર્યકાળ પૂરો થતા યૂપીથી 8 સાંસદો રાજ્યસભા પહોંચ્યા બાદ ભાજપના સભ્યોની સંખ્યા 86થી વધીને 91 થઈ ગઈ છે. કોંગ્રેસનો આંકડો 38ની પાસે પહોંચી ગયો છે, જ્યારે એનડીએની સંખ્યા 111 થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સિવાય કોઈ અન્ય ઉમેદવાર મેદાનમાં નથી, જેના કારણે નરેશ બંસલ બિનહરીફ ચૂંટાશે.

આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, અરૂણ સિંહ અને નીરજ શેખરનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂરો થઈ રહ્યો હતો. હવે આ ત્રણેય બિનહરીફ ચૂંટાયા છે. તો ચાર સાંસદ સપાના છે, જ્યારે બસપાના બે સાંસદો રાજારામ અને વીર સિંહનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024