મથુરાના જનપદના નંદગાવ સ્થિત નંદબાબા મંદિરમાં 2 લોકોએ નમાઝ પઢી

પોસ્ટ કેવી લાગી?

Mathura

મળતી માહિતી મુજબ દિલ્હીની ખિદમતગારના સભ્ય ફૈસલ ખાન અને મોહમ્મદ ચાંદ ગાંધીવાદી કાર્યકરો નિલેશ ગુપ્તા અને આલોક રત્ન સાથે મથુરા (Mathura) ના જનપદના નંદગાવ સ્થિત નંદબાબા મંદિરમાં પહોંચ્યા. અહીં તેમણે બપોરે લગભગ 2 વાગે જોહરની નમાજ અદા કરી. પોતાના નમાઝ પઢતો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મંદિરમાં નમાઝ પઢાયા બાદ મંદિરના કર્તાહર્તાઓએ મંદિરના શુદ્ધિકરણ માટે યજ્ઞ હવન કર્યો.

અખિલ ભારતીય સંત સમિતિએ મથુરાની ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ તેની ઘોર નીંદા કરે છે. સંગઠનના મહામંત્રી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે શું તેમને નમાઝ પઢવા માટે મંદિરમાં જ જગ્યા મળી? સામાજિક સદભાવ ફેલાવવા માટે માત્ર મંદિરમાં જ નમાઝ કેમ અદા થવી જોઈએ, ક્યારેક મસ્જિદમાં પણ અમને આરતી કરવા દેવામાં આવે. 

આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

મંદિરમાં શુદ્ધિકરણ માટે હવન-યત્ર કરાયા અને ગંગાજળનો છંટકાવ થયો. બરસાના પોલીસ સ્ટેશનમાં મંદિરના સેવાયત કાન્હા સ્વામીની ફરિયાદ પર પોલીસે મોહમ્મદ ચાંદ સહિત ચાર લોકો સામે કલમ  153-A, 295, 505 હેઠળ કેસ દાખલ કરી તાપસ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures