દૈનિક ભાસ્કર ગ્રુપની અમદાવાદ સહિત દેશભરની ઓફિસોમાં IT દ્વારા દરોડા.

પોસ્ટ કેવી લાગી?

The Income Tax Department has raided the houses of the owners of popular Hindi daily newspaper Dainik Bhaskar in Bhopal. Searches are being conducted on several office premises of the company as well.

Raids by the Income Tax Department were conducted at Bhaskar’s Noida, Jaipur, and Ahmedabad offices.

દૈનિક ભાસ્કર ગ્રૃપના માલિકને ત્યાં Income Tax Department વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં દૈનિક ભાસ્કર (Dainik Bhaskar) ગ્રૃપના માલિકોની ઓફિસોમાં ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. 

સવારથી IT વિભાગ દ્વારા અમદાવાદ, ભોપાલ, જયપુર સહિતની ઓફિસમાં આઈ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં વિવિધ જગ્યાએ આવેલી દૈનિક ભાસ્કર (Dainik Bhaskar) જુથની ઓફિસોમાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દેશનું જાણીતું અખબાર દૈનિક ભાસ્કર જુથની દેશમાં અનેક ઓફિસ આવેલી છે જેમાં ભોપાલ, નોઈડા, ઈંદોર, જયપુર સહિત અનેક જગ્યાઓએ આવેલી ઓફિસોમાં ઈન્કમટેક્ક્ષ વિભાગે સ્થાનિક પોલીસને સાથે રાખને દરોડાની કામગીરી શરૂ કરી છે.

સમાચાર એજન્સી ANI અનુસાર કરચોરીના આરોપમાં આવકવેરા વિભાગ રેડ કરવામાં આવી છે. આ દરોડા નોઈડા, જયપુર, ભોપાલ, ઈન્દોર, મુંબઇ અને પટણા સહિત દેશભરની ઓફિસો પર ચાલી રહ્યા છે. આ સાથે આવકવેરા વિભાગ ગ્રુપના માલિકોના ઘરે પણ રેડ કરી રહી છે. આ ગ્રુપ મીડિયા વ્યવસાયની સાથે અન્ય બિઝનેસ સાથે સંકળાયેલું છે.

મનાઈ રહ્યું છે આખું સર્ચ ઓપરેશનમાં મુંબઈ અને દિલ્હીની ટીમો દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. દરોડા પાડવામાં આવતા અખબાદની ડિજિટલ ટીમને ઘરેથી જ કામ કરવાનું જણાવી દેવામાં આવ્યું છે.

આ દરોડાને લઈને કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે, ‘રેડજીવી જી, પ્રેસની આઝાદી પર કાયરતાપૂર્ણ હુમલો! દૈનિક ભાસ્કરની ભોપાલ, જયપુર અને અમદાવાદ ઑફિસ પર હવે ઇનકમ ટેક્સના દરોડા. લોકશાહીના અવાજને રેડરાજથી ના દબાવી શકાય.’